Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સબરીમાલામાં પ્રવેશ કરનાર મહિલા પર હુમલો: મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો :સુરક્ષાની માંગણી

કનકદુર્ગા અને અમ્મીની સુપ્રીમકોર્ટમાં અરજીપર થશે સુનાવણી

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટમાં કાલે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી બે મહિલાઓની અરજી પર સુનાવણી થશે. કનકદુર્ગા અને અમ્મીની ઘ્વારા સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરીને પોલીસ સુરક્ષાની માંગ કરી હતી, જેમાંથી એક મહિલા કનકદુર્ગાને તેની સાસુએ મારી. જેને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બંને મહિલાઓએ 2 જાન્યુઆરીએ સવારે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જેના વિરોધમાં આખા કેરળમાં હિંસક પ્રદર્શન થયું.

કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટ્યા પછી ત્યાં વિરોધ પ્રદર્શન થયા. કોર્ટના નિર્ણય પછી પણ ઘણા સામાજિક સંગઠનો સહીત ભાજપ-કોંગ્રેસે મહિલાઓના પ્રવેશ વિરુદ્ધ પ્રદર્શન કર્યું. 2 જાન્યુઆરીની સવારે આ બંને મહિલાઓ ધીરે રહીને મંદિરમાં દાખલ થઇ ગઈ. મંદિરમાં પ્રવેશનો વીડિયો સામે આવ્યા પછી કેરળમાં હિંસક પ્રદર્શન થયું. ત્યારપછી મંદિરને શુદ્ધિકરણ માટે બંધ કરી દેવામાં આવ્યું.

(10:07 pm IST)