Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

૧૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો ધરાવતા ગુજરાત અને નેધરલેન્ડ વચ્ચે MOUઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી તથા નેધરલેન્ડના મિનીસ્ટરએ સહી સિક્કા કર્યા

 

ગાંધીનગરઃ ૧૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો ધરાવતા ગુજરાત પ્રાંત અને પોર્ટ ડેવલપમેન્ટ ક્ષેત્રે માહેર ગણાતા દેશ નેધરલેન્ડ વચ્ચે આજરોજ ૬ MOU થયા છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી તથા નેધરલેન્ડના ટેક્ષેશન એન્ડ કસ્ટમ્સ મિનીસ્ટર મેન્નો સ્નેલએ સહી સિક્કા કર્યા છે.

આ ૬ MOUમાં સોલાર એનર્જી, ફલેકસીબલ સોલાર પેનલ, ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી, હાઇ એફિસિઅન્સી ટુ એનર્જી મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી, રેડિયો એન્ડ કાર્ડિયોલોજી, તેમજ સેલાઇન ફાર્મિગ ક્ષેત્ર સહિતનાઓનો સમાવેશ થાય છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:34 am IST)