Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

પંડ્યા-રાહુલ વિવાદ સંદર્ભે ટૂંક સમયમાં સુનાવણી થશે

તાકિદની સુનાવણીની જોરદાર રજૂઆત કરાઈ : મામલામાં એમિકશ ક્યુરી તરીકે નરસિંહાએ જવાબદારી સંભાળી લીધા બાદ આગામી સપ્તાહમાં સુનાવણી કરાશે

નવી દિલ્હી, તા. ૧૭ : હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની ટિપ્પણી બાદ વિવાદ હજુ અકબંધ રહ્યો છે. બંને ખેલાડીઓ મુશ્કેલીમાં મુકાયેલા છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે પણ હવે ટીમ ઇન્ડિયાના બે ખેલાડી હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલના ભાવિ અંગે નિર્ણય લેવા બીસીસીઆઈમાં એક સભ્યની નિમણૂંક કરવાની માંગ કરતી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સની રજૂઆતની ગંભીર નોંધ લીધી હતી. બંને ખેલાડીઓ અશ્લિલ ટીકાટિપ્પણી મહિલાઓના સંદર્ભમાં કરીને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જસ્ટિસ એસએ બોબડે અને એએમ સપ્રેની બનેલી બેંચે કહ્યું હતું કે, એક સપ્તા બાદ આ મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તે વખતે આ મામલામાં એમિકશ ક્યુરી તરીકે વરિષ્ઠ એડવોકેટ પીએસ નરસિંહા જવાબદારી સંભાળશે. ટોપ ફોલ્ટે એમિકશ ક્યુરી તરીકે નરસિંહાની નિમણૂંક કરી હતી. વરિષ્ટ એડવોકેટ ગોપાલ સુબ્રમણ્યમ દ્વારા આ મામલામાં એમિકશ ક્યુરી બનવાથી પોતાની મંજુરી પાછી ખેંચી લીધા બાદ નરસિંહાની નિમણૂંક કરવામાં આવી હતી. સીઓએ તરફથી ઉપસ્થિત થયેલા વરિષ્ઠ એડવોકેટ પરાગ ત્રિપાઠીનું કહેવું છે કે, કોર્ટે બીસીસીઆઈમાં સભ્યની નિમણૂંક કરવાનો આદેશ કરવો જોઇએ. કારણ કે, બે યુવા ખેલાડીઓના ભાવિના મામલામાં વહેલીતકે સુનાવણીની જરૂર દેખાઈ રહી છે. બે યુવા ઉભરતા ખેલાડીઓ છે. બંને ખેલાડીઓ હાલ ટીમની બહાર રાખવામાં આવી રહ્યા છે. કોફી વિથ કરણ નામના શો દરમિયાન આ બંને ખેલાડીઓએ મહિલાઓની સામે અશ્લિલ ટિપ્પણી કરી હતી જેના કારણે ભારે હોબાળો થયો હતો. ત્યારબાદથી જ આ બંને ખેલાડીઓ મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ પંડ્યા-રાહુલના વિવાદમાં એક વ્યક્તિની નિમણૂંક કરવા આગામી સપ્તાહમાં સીઈઓની અરજી ઉપર સુનાવણી હાથ ધરશે. આ સુનાવણી ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઈ છે. હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ ટીમમાં પરત આવશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સ છે.

(12:00 am IST)