Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ત્રાસવાદી કાવતરૂ : પંજાબ અને ઉત્તરપ્રદેસમાં દરોડા

વ્યાપક દરોડાથી અનેક વિગતો સપાટીએ આવી : દરોડાની કાર્યવાહી વેળા વધુ શખ્સોની અટકાયત કરવામાં આવી : વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પ્રબળ સંભાવના

મેરઠ, તા. ૧૭ : આઈએસઆઈએસ મોડ્યુલના ખુલાસાના મામલામાં નેશનલ ઇન્વેસ્ટીગેશન ટીમે આજે ફરી એકવાર વ્યાપક દરોડા પાડ્યા હતા. આ દરોડા પંજાબ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના સાત સ્થળો ઉપર પાડવામાં આવ્યા હતા. એનઆઈએની ટીમે ઉત્તરપ્રદેશના અમરોહા અને હાપુડ સહિત અન્ય જગ્યાઓ ઉપર દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહી દરમિયાન દસ્તાવેજોમાં ઉંડી ચકાસણી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન હાપુડ જનપથના બે ગામઅઠસૈની અને બદરખામાં દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે સાથે ત્રણ શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કસ્ટડીમાં લેવામાં આવેલા તમામ ત્રણેય લોકોની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. હાપુડના બે ગામ અઠસૈની અને બદરખામાં દરોડા બાદ એનઆઈએ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલા ત્રણેય લોકોની પુછપરછ કરી છે પરંતુ તેમની વિગતો હજુ જાહેર કરી નથી. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોને કોતવાલીગઢમાં લઇ જઇને પુછપરછ કરવામાં આવી રહી છે. થોડાક સમય પહેલા જ પૂર્વ સિમ્ભાવલીના ગામમાં દરોડા પાડીને મૌલવી શાકીબની ધરપકડ કરવામાં આવી હતી. ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ હોવાનો તેના ઉપર આક્ષેપ હતો. એનઆઈએ દ્વારા પંજાબ પોલીસની સાથે મળીને લુધિયાણા-ચંદીગઢ રોડ ઉપર મહેરબાન નામના ગામમાં મસ્જિદના મૌલવી મોહમ્મદ ઓવૈસ પાસાની ધરપકડ કરવામાં આવી હતી. પકડી પાડવામાં આવેલા મૌલવીના આઈએસ મોડ્યુલ સાથે સંબંધ હોવાની વિગત ખુલી રહી છે. તે સાત મહિના પહેલા જ લુધિયાણા આવ્યો હતો. તે પહેલા ઉત્તરપ્રદેશના એક મદરેસામાં અભ્યાસ કરી રહ્યો હતો. અન્ય પાંચ લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ૨૬મી ડિસેમ્બરના દિવસે એનઆઈએના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. હરકત ઉલ હર્બ એ ઇસ્લામનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ સંબંધમાં ઉત્તરપ્રદેશ અને દિલ્હી સહિત ૧૬ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ૧૦ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આમાથી પાંચને પશ્ચિમી ઉત્તરપ્રદેશના અમરોહાના હતા. આ ખુલાસા બાદ એનઆઈએની ટીમ લખનૌ પહોંચી હતી અને ત્યાંથી માતા અને પુત્રની અટકાયત કરવામાં આવી હતી. હરકત ઉલ હર્બ એ ઇસ્લામના ખુલાસા બાદ કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની પુછપરછમાં અનેક નામના ખુલાસા થયા હતા. ત્યારબાદ એનઆઈએના એક પછી એક પગલાના પરિણામ સ્વરુપે ત્રાસવાદી નેટવર્કના પર્દાફાશ કરવામાં આવ્યા છે. મેરઠના એક ગામમાં એનઆઈએ દ્વારા છ વખત દરોડા પાડવામાં આવી ચુક્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ચાર દિવસ પહેલા જ એનઆઈએની ટીમ હાપુડના પીપલેંડા ગામના નિવાસી તાહીરના ઘરમાં પહોંચીને કાર્યવાહી કરી હતી. આઈએસ મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને પંજાબમાં સાત સ્થળો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવની ધરપકડ કરવામાં આવ્યા બાદ વધુ ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.

(12:00 am IST)