Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

યુ.એસ.હાઉસ પાર્લામેન્ટ કમિટીમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થીને સ્થાન : ગયા સપ્તાહમાં સ્પીકર નાન્સી પેલોસીએ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસવુમન સુશ્રી પ્રમીલા જયપાલને હાઉસ એજ્યુકેશન એન્ડ લેબર કમિટીમાં સ્થાન આપ્યું હતું : હવે બીજા ઇન્ડિયન અમેરિકન પ્રતિનિધિને મહત્વનો હોદ્દો સોંપ્યો

વોશિંગટન : યુ.એસ.હાઉસ સ્પીકર નાન્સી પેલોસીએ સોમવારે  ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થીને યુ.એસ.હાઉસ પાર્લામેન્ટ કમિટીમાં સ્થાન આપ્યું છે.અગાઉ તેમણે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસવુમન સુશ્રી પ્રમીલા જયપાલને હાઉસ એજ્યુકેશન એન્ડ લેબર કમિટીમાં સ્થાન આપ્યું હતું : હવે  બીજા ઇન્ડિયન અમેરિકન પ્રતિનિધિને  મહત્વનો હોદ્દો સોંપ્યો છે.

(12:41 pm IST)
  • મોદી સરકાર લોકસભાની ચૂંટણી ૩ અઠવાડિયા વહેલી આપી દેશે? : રવિ પાકની લણણી સમયે ખેડૂતોના મહા ગુસ્સાનો સામનો કરવો પડે નહીં એ માટે મોદી સરકાર લોકસભાની ચૂંટણી ૩ અઠવાડિયા વહેલી આપી દેશે તેવું જાણવા મળે છે : ૧૩ ફેબ્રુઆરીએ લોકસભાનું બજેટ સત્ર પૂરું થયા પછીના ગણત્રીના દિવસોમાં જ ચૂંટણી પંચ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દયે તેવી સંભાવના છે. access_time 7:32 pm IST

  • રાજસ્થાનમાં ખેડૂતોના દેવામાફી મામલે મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા વચ્ચે વાક્યુદ્ધ : વિરોધપક્ષના નેતા ગુલાબચંદ કટારીયાએ દેવામાંફીને લંગડા આદેશ કહેતા ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોટએ મોરચો સાંભળ્યો : ગેહલોટએ કહ્યું કે લંગડી વિચારવાળા જ ખેડૂતોના દેવામાંફીને લંગડા આદેશ કહી શકે છે access_time 12:44 am IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું 'કુંભ આસ્થાનું ચુમ્બક છે જે લોકોને ખેંચી લાવે છે :રાષ્ટ્રપતિએ કહ્યું કે આ મારુ સૌભાગ્ય છે કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો,રાજેન્દ્રપ્રસાદ બાદ મને કુંભમેળામાં મોક્ષદાયિની ગંગાના પવન તટ પર આવવાનો અવસર મળ્યો access_time 1:15 am IST