Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

કોંગ્રેસનો ન્યાયતંત્ર ઉપર રાજકીય દબાણ ઉભું કરવાનો ખેલઃ નરેન્દ્રભાઈ

યુપીના પ્રાયગરાજમાં કુંભમેળાના કમાન્ડ સેન્ટરને ખુલ્લુ મુકતા મોદી

લખનૈ, તા.૧૭: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળા માટે ઊભા કરાયેલા અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધન કરીને કોંગ્રેસ પર ન્યાયતંત્ર પર દબાણ ઊભું કરવાનો આરોપ મૂકયો હતો.વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, પ્રયાગરાજ એ સ્થળ છે, જેને ઉત્તર પ્રદેશના લોકો ન્યાયનું મંદિર માને છે. જોકે, છેલ્લાં ઘણાં સમયથી ન્યાયતંત્ર પર પણ રાજકીય દબાણ ઊભું કરવાનો ખેલ શરૂ થયો છે.

દેશનું ન્યાયતંત્ર બંધારણને સર્વોપરી માનીને કામ કરે છે, પરંતુ દેશ એ વાતનો પણ સાક્ષી રહ્યો છે કે ન્યાયતંત્રને પોતાના હિસાબે તોડવા-મરોડવા કેવી રીતે રાજકીય પક્ષો દ્વારા લોભ, લાલચ અને સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત નરેન્દ્રભાઈએ વિવિધ પ્રોજેકટોનું પણ ખાતમૂર્હત - લોકાર્પણ કરેલ. પ્રયાગરાજ તટે સંગમ ઉપર પૂજા- અર્ચના પણ કરેલ.(૩૦.૯)

(4:06 pm IST)