Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

વિશ્વ પ્રસિધ્ધ દાલ લેક થીજવા લાગ્યુ : ઠંડા વાયરાનો પ્રકોપ

ઉ.ભારતમાં ઠંડીના પારોએ ઠુઠવ્યા : સ્વચ્છ વાતાવરણ પણ ઠંડી બોકાસો બોલાવે છે

જમ્મુ, તા. ૧૭ :  ઉ.ભારતમાં ઠંડીએ ખુબ જ જોર પકડયુ છે ત્યારે જમ્મુ-કાશ્મીર સહિત લેહ, હરિયાણા અને પંજાબમાં પણ ઠંડી બોકાઓ બોલાવી રહી છે. સ્વચ્છ વાતાવરણ હોવા થતા ઠંડીમાં સતત વધારો થતો જાય છે. જેથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.  પ્રસિધ્ધ પર્યટન સ્થળ દાલ  લેક પણ થીજીવા મંડયું છે. શનિવારે રાત્રે શ્રીનગરમાં માઇનસ ૪.ર ડિગ્રી તાપમાન નોંધાયું હતું છેલ્લા ૪-પ દિવસથી ખીણ વિસ્તારમાં ઠંડીનો પારો ૪ થી પ ડિગ્રી ઘટતા ભારે ઠંડી પડી રહી છે. પહેલગામમાં માઇનસ ૯.૩ ડિગ્રી જયારે ગુલમર્ગમાં માઇનસ ૯.પ ડિગ્રી તાપમાન નોંધાયેલ. જયારે જમ્મુમાં ગુરૂત્તમ તાપમાન રર.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પ.પ ડિગ્રી નોંધાયેલ. આવનાર દિવસોમાંૈ વધુ ઠંડી પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. જયારે પર્યટન સ્થળ પટણી હોય ખાતે બરફ વર્ષાથી સહેલાણીઓ ઉમટી પડયા હતા.

(3:56 pm IST)