Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તીને આગામી આદેશ સુધી નજરબંધ કરાયા

મહેબૂબા મુફ્તીએ શ્રીનગરના હૈદરપોરા એન્કાઉન્ટરને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો. એન્કાઉન્ટર બાદથી તણાવ જેવી સ્થિતિ બની ગઈ હતી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તીને પ્રશાસનના આગામી આદેશ સુધી નજરબંધ કરવામાં આવ્યા છે. મુફ્તી શ્રીનગર સ્થિત પોતાના આવાસમાં છે. નરજબંધીના કારણો અંગે પ્રશાસને અત્યારે પ્રતિક્રિયા આપી નથી. મહેબૂબા મુફ્તીએ હાલમાં શ્રીનગરના હૈદરપોરા એન્કાઉન્ટરને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો. એન્કાઉન્ટર બાદથી તણાવ જેવી સ્થિતિ બની ગઈ છે.

 અત્રે ઉલ્લેખનીય 15 નવેમ્બરે હૈદરપોરામાં સુરક્ષાબળોએ બંને આતંકીઓને ઠાર મરાવ્યા હતા. પોલીસ પ્રમાણે આ દરમિયાન બે સામાન્ય માણસ અલ્તાફ ભટ્ટ અને મુદસ્સિર ગુલનું મોત થયું હતું.

પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર રેન્જ) વિજય કુમારે દાવો કર્યો હતો કે ગુલ આંતકવાદીઓનો નજીકનો સહોયગી હતો અને ભટના માલિકીવાળા પરિસરમાં કોલ સેન્ટર ચલાવતો હતો. આ ગેરકાયદેસર ચાલતું કોલ સેન્ટર આતંકવાદીઓનું ઠેકાણું હતું. આ મામલે મહેબૂબા મુફ્તીએ ન્યાયિક તપાસની માંગણી કરી હતી.

(11:43 pm IST)