Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

બળાત્કાર કરવાના અને ગર્લફ્રેન્ડને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપીના જામીન મંજુર : પીડિતા સાથે સહમતિથી સંબંધ બાંધ્યા હતા તેવું સુપ્રીમ કોર્ટનું તારણ

ન્યુદિલ્હી : સર્વોચ્ચ અદાલતે સોમવારે બળાત્કાર અને તેની ગર્લફ્રેન્ડ (આકાશ ઠાકુર વિ. મધ્ય પ્રદેશ રાજ્ય) ને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં 21 વર્ષીય યુવકને જામીન આપ્યા હતા.પીડિતા સાથે સહમતિથી સંબંધ બાંધ્યા હતા તેવા તારણ સાથે નામદાર કોર્ટે જામીન મંજુર કર્યા હતા.

આ ફરિયાદ મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવી હતી, જે અરજદાર સાથે સહમતિથી સંબંધમાં હોવાનું કહેવાય છે.

ન્યાયમૂર્તિ અજય રસ્તોગી અને અભય એસ ઓકાની બેન્ચે અરજદારને જામીન આપ્યા હતા, જેમની પર ભારતીય દંડ સંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અને કલમ 376 (બળાત્કાર) હેઠળ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

અરજદારના કેસ મુજબ, તે અને મૃતક મધ્યપ્રદેશની મહારાજા છત્રસાલ બુંદેલખંડ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરતા હતા અને એક વર્ષથી સહમતિથી સંબંધમાં હતા.

મૃતકના પરિવારે નોંધ્યું કે તે 23-24 નવેમ્બર, 2020 ની વચ્ચેની રાત્રે ગુમ થઈ ગઈ હતી. તેના પિતા દ્વારા ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના અનુસંધાનમાં પોલીસ દ્વારા કૂવામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં પ્રાઈવેટ પાર્ટ પર કોઈ ઈજા દેખાઈ ન હતી અને મૃત્યુનું કારણ ડૂબી જવાથી નક્કી થયું હતું.

પરિવારના સભ્યો તેમના સેક્શન 161 કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ના નિવેદનો પર પાછા ફર્યા અને મૃતકના મૃત્યુના ચાર મહિના પછી અરજદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, તેના પર આત્મહત્યા અને બળાત્કાર માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો. પરિવાર દ્વારા આપવામાં આવેલા કલમ 161ના ચોથા રાઉન્ડમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અરજદારે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હોવાથી મૃતકે આત્મહત્યા કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:50 pm IST)