Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલ હિંસાની તપાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા ‘સીટ'ની રચનાઃ પંજાબ-હરિયાણા હાઇકોર્ટના પૂર્વ જજ જસ્‍ટિસ રાકેશકુમાર જૈન તપાસ ઉપર નજર રાખશે

3 ઓક્‍ટોબરે થયેલ હિંસામાં 4 ખેડૂત સહિત 8ના મોત થયા હતા

લખીમપુર: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે ફરી SITની રચના કરી છે. સુપ્રીમ કોર્ટ તરફથી પંજાબ-હરિયાણા હાઇકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ રાકેશ કુમાર જૈનને તપાસ પર નજર રાખવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે SITમાં એક મહિલા સહિત ત્રણ સીનિયર IPSની નિયુક્તીનો પણ આદેશ આપ્યો છે. આ અધિકારી શિરોડકર, પ્રીતિંદર સિંહ અને પ્દમજા ચૌહાણ હશે. કોર્ટે કહ્યુ છે કે જસ્ટિસ જૈન નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરશે.SITની તપાસ પુરી કરવા અને સ્થિતિ રિપોર્ટ દાખલ કર્યા બાદ સુપ્રીમ કોર્ટ આ મામલે ફરી સુનાવણી કરશે.

હિંસામાં ચાર ખેડૂત સહિત આઠ લોકોના મોત થયા હતા

આ પહેલા સોમવારે ઉત્તર પ્રદેશ સરકારે આ મામલે દરરોજના આધાર પર રાજ્યની એસઆઇટી તપાસની નજર સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત પૂર્વ જજ પાસે કરાવવાના સૂચન પર સહમતિ વ્યક્ત કરી હતી. 3 ઓક્ટોબરે થયેલી આ હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા.

SCએ માંગ્યા હતા IPS અધિકારીઓના નામ

એનવી રમણ, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની પીઠે એસઆઇટી તપાસમાં નાની રેન્કના પોલીસ અધિકારીઓના સામેલ થવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ઉત્તર પ્રદેશ કેડરના તે આઇપીએસ અધિકારીઓના નામ માંગ્યા હતા, જે રાજ્યના મૂળ રહેવાસી નથી જેથી તેમણે તપાસ ટીમમાં સામેલ કરી શકાય.

(4:28 pm IST)