Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ચીનમાં ફરી મહામારી ફેલાશે! : વૈજ્ઞાનિકોને મળ્યા ૧૮થી વધુ ખતરનાક વાયરસ

વૈજ્ઞાનિકોએ ૧૭૨૫ જંગલી જાનવરોનું કર્યું વિશ્લેષણ : મનુષ્યો માટે જીવલેણ સાબિત થવાનો ભય

બિજીંગ તા. ૧૮ : વૈજ્ઞાનિકોએ ચીનના વેટ માર્કેટમા૧૮ વધુ ખતરનાક વાયરસ શોધી કાઢ્યા છે, જે પાળતુ પ્રાણીઓ અને મનુષ્યોમાં ફેલાઈ શકે છે. માનવામાં આવે છે કે કોરોના વાયરસ વુહાનના સી ફૂડ માર્કેટથી માણસો સુધી પહોંચ્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં ૨૫.૩૮ કરોડ લોકો સંક્રમિત થયા છે, જયારે ૫૧ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

વૈજ્ઞાનિકોએ ૧,૭૨૫   જંગલી પ્રાણીઓનું વિશ્લેષણ કર્યું. આ પ્રાણીઓ ૧૬ પ્રજાતિના હતા, જેમના સેમ્પલ દેશભરમાંથી લેવામાં આવ્યા હતા. અભ્યાસમાં, ચીન, યુએસ, બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ એવો દાવો કર્યો હતો કે ચીનમાં સામાન્ય રીતે શિકાર કરવામાં આવે છે અથવા વિદેશી ખોરાક તરીકે ખવાય છે. આમાંથી કેટલાક પર ચીનની સરકારે કોરોના રોગચાળાની શરૂઆતથી વેપાર માટે પ્રતિબંધ મૂકયો હતો.

ચીનની કોલેજ ઓફ વેટરનરી મેડિસિન નાનજિંગ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના અભ્યાસ લેખક શુઓ સુએ જણાવ્યું હતું કે, સસ્તન પ્રાણીઓને સંક્રમિત કરવા માટે કુલ ૭૧ વાયરસ મળી આવ્યા હતા, જેમાંથી ૪૫ની પ્રથમ જાણ કરવામાં આવી હતી. તેમાંથી ૧૮ એવા છે, જે પાળતુ પ્રાણી અને માણસોને પણ સંક્રમિત કરી શકે છે. જો કે, ટીમને આ સમયગાળા દરમિયાન SARS-CoV અથવા SARS-CoV-2 જેવા વાયરસ મળ્યા નથી.ચીન કોરોના વાયરસની ઉત્પત્ત્િ। અંગે સતત જુઠ્ઠાણા ફેલાવવામાં વ્યસ્ત છે. આ માટે તેઓ રાજકીય નિવેદનો, સરકારી સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. ચીને તાજેતરમાં જ કોરોના વાયરસ માટે અમેરિકાના લોબસ્ટર્સને જવાબદાર ઠેરવ્યા હતા. ચીને દાવો કર્યો હતો કે ૧૧ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ શાંઘાઈમાં ઉતરેલા બોસ્ટન લોબસ્ટરના ૫૫ બોકસ ધરાવતો કાર્ગો કોરોનાની ઉત્પત્તિ માટે જવાબદાર હતો.

(3:50 pm IST)