Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

લખીમપુર કેસ : પંજાબ - હરિયાણા હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ રાકેશકુમાર કરશે તપાસ

સુપ્રીમે આ કેસની દેખરેખ માટે એસઆઇટીમાં કર્યા ફેરફારો

નવી દિલ્હી તા. ૧૭ : સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસા કેસની તપાસ કરી રહેલી SITમાં આજે ફેરફાર કર્યો છે. આ સિવાય પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજ રાકેશ કુમાર જૈનને તપાસની દેખરેખ માટે નિયુકત કરવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે આ મામલામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા માટે આ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે પહેલાથી જ રાજય સરકારને હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ માટે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ રાકેશ કુમાર જૈન, રણજીત સિંહના નામ સૂચવ્યા હતા. સુપ્રીમ કોર્ટે રાજયના કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પણ SITમાં સામેલ કરવા જણાવ્યું હતું. આજે ચુકાદો આપતાં કોર્ટે ત્રણ વરિષ્ઠ SIT અધિકારીઓને SITમાં સ્થાન આપ્યું છે. જેમાં એસબી શિરોડકર, દીપેન્દ્ર સિંહ અને પદ્મજા ચૌહાણના નામ સામેલ છે.

છેલ્લી સુનાવણી દરમિયાન, ઉત્ત્।ર પ્રદેશ સરકાર કેસની તપાસની દેખરેખ માટે રાજયની બહારના હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવા માટે સંમત થઈ હતી. રાજય સરકાર વતી હરીશ સાલ્વેએ કોર્ટમાં કહ્યું કે કોઈપણ હાઈકોર્ટના જજ જ હોય  છે. આવી સ્થિતિમાં કોઈપણ હાઈકોર્ટના પૂર્વ જજની નિમણૂક થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ માટે સંમતિ આપી હતી.

(3:49 pm IST)