Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા લોકોમાં સૌથી વધારે એસસી, એસટી અને ઓબીસી

ઇ-શ્રમ પોર્ટલ પર સૌથી વધારે કૃષિ ક્ષેત્રના લોકો

નવી દિલ્હી, તા.૧૭: ભારતમાં ઇ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા ૭.૮૬ કરોડ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. ઉલ્લેખનિય છે કે આ પોર્ટલ અસંગઠીત શ્રમિકો માટે દેશનો પહેલો કેન્દ્રિત ડેટા બેઝ છે. તેમાં સૌથી વધારે ઓબીસી, એસ સી, એસ ટીના લોકોનું રજીસ્ટ્રેશન થયેલ છે. જેમાં ૪૦.૫ ટકા ઓબીસી, ૨૩ફ૭ ટકા એસ સી અને ૮.૩ ટકા એસટી શ્રમિકોનું રજીસ્ટ્રેશન થયું છે. જો સામાન્ય વર્ગની વાત કરીએ તો તેનો આંકડો ૨૭.૪ ટકા છે.

આંકડાઓથી જાણવા મળે છે કે પોર્ટલ પર સૌથી વધારે રજીસ્ટ્રેશન કૃષિ ક્ષેત્રનું ૫૩.૬ ટકા છે. ત્યારપછી બાંધકામ ક્ષેત્રમાં ૧૨.૨ ટકા અને ૮.૭૧ ટકા ઘરેલુ કામદારોનો નંબર આવે છે.

આવકના હિસાબે વર્ગીકૃત કરવાથી ખબર પડે છે કે ૯૨ ટકા રજીસ્ટર્ડ લોકોની  માસિક આવક ૧૦,૦૦૦ અથવા તેનાથી ઓછી છે. ૬ ટકાની આવક ૧૦ થી ૧૫ હજાર વચ્ચે છે. આ ઉપરાંત ૧ ટકા લોકોની આવક ૧૫ હજારથી ૧૮ હજાર અને ૦.૫ ટકાની આવક ૧૮ હજારથી ૨૧ હજાર વચ્ચે છે.

(3:19 pm IST)