Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

કોરોના વોરીયર પત્રકારોને ૫૦ લાખથી ૧ કરોડ વળતર આપો

મહામારીના કારણે બેકાર બનેલા ૬૦થી વધારે પત્રકારોને મહિને ૨૫૦૦૦ રૂપિયા પેન્શન આપોઃ નેશનલ પ્રેસદિવસે પત્રકાર એસોસીએશનની માંગ

નવી દિલ્હીઃ એક્રેડીટેડ જર્નાલીસ્ટસ એસોસીએશન, એ જે એ (આર) નેશનલ પ્રેસ દિવસના પ્રસંગે મહામારીથી અસરગ્રસ્ત પત્રકારો અને તેમના પરીવાર માટે પ્રેસ કલબ ઓફ ઇન્ડિયા ખાતેથી પ્રેસ કોન્ફરન્સમાં માંગણી ઉઠાવી છે. એ જે એ (આર)ની કાર્યવાહી સમિતિએ કેન્દ્ર અને રાજય સરકારને કોરોના વોરીયર પત્રકારોના ફરજ દરમિયાન મૃત્યુ પછી તેમના પરિવારો પર ધ્યાન આપવાની રજુઆત કરી છે.

 સીનીયર પત્રકાર અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ પ્રધાન રમાકાંત ગોસ્વામીએ સંબોધનમાં કહયું કે કોરોના મહામારીની ખરાબ અસરો ટોપ મીડીયા હાઉસીસ પર જોવા મળી છે. ઘણાં પત્રકારોએ પોતાની નોકરી ગુમાવી છે અને અન્ય ધંધો શોધવો પડયો છે. પણ નાના મીડીયા પ્રકાશકોએ તેમના પર કોઇ ધ્યાન નથી આપ્યું. પણ સરકારો આ બાબત પર ધ્યાન આપીને પત્રકારોના પરીવારને વળતર આપે.

એ જે એ (આર) ના પ્રમુખ વિજયશંકર ચતુર્વેદીએ કહયું કે કોરોના અને લોકડાઉનનું લાઇવ રીપોટીંર્ર્ંગ કરવામાં ઘણાં કોરોના વોરીયર પત્રકારોએ જીવ ગુમાવ્યા છે. તેમના આ બલીદાન છતાં તેમના પરીવારે હેરાન થવુ પડે છે. અમારી સરકાર પાસે માંગણી છે કે આવા કોરોના વોરીયર પત્રકારોના પરીવારને ૫૦ લાખથી એક કરોડ રૂપિયાનું વળતર ચુકવવું જોઇએ. જેથી તેમનો પરિવાર આરામથી રહી શકે.

શ્રી ઉમાકાંત લખેરાએ કહયું કે ૬૦થી વધારે પત્રકારોએ મહામારી દરમિયાન પોતાની રોજીરોટી ગુમાવી છે. અમારી માંગણી છે કે તેમને દર મહીને ૨૫૦૦૦ રૂપિયા વળતર આપવામાં આવે.

(3:17 pm IST)