Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ત્રિપુરા હિંસા: સુપ્રીમ કોર્ટ ખંડપીઠે પત્રકાર અને બે એડવોકેટસને ધરપકડ સામે રક્ષણ આપ્યું : ત્રિપુરા પોલીસે UAPA હેઠળ નોંધેલા કેસને સુપ્રીમ કોર્ટમાં પડકાર : નામદાર કોર્ટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો

ત્રિપુરા :  ત્રિપુરા પોલીસે UAPA હેઠળ પત્રકાર અને બે એડવોકેટ ઉપર નોંધેલા કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે.તથા ફરિયાદ રદ કરવાની માંગણી કરવામાં આવી છે.જેના અનુસંધાને નામદાર કોર્ટે પત્રકાર અને બે એડવોકેટને ધરપકડ સામે  રક્ષણ આપ્યું છે.તથા ત્રિપુરા સ્ટેટ અને કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો છે.

કોર્ટે ત્રિપુરા રાજ્ય અને કેન્દ્ર સરકારને અરજી પર નોટિસ પણ જારી કરી હતી જેમાં અરજદારો સામેના કેસને રદ કરવાની માંગણી કરવા ઉપરાંત UAPAની કલમ 2(1)(o) ના નિયમોને પણ પડકારવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે બુધવારે બે એડવોકેટ્સ અને એક પત્રકારને ધરપકડથી રક્ષણ આપ્યું હતું જેમની પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (UAPA) હેઠળ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ત્રિપુરામાં તાજેતરની સાંપ્રદાયિક હિંસા સંબંધિત કામના સંબંધમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે [મુકેશ v. ત્રિપુરા રાજ્ય].

ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાની અધ્યક્ષતાવાળી અને ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની બનેલી બેન્ચે ત્રિપુરા રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ અરજી પર નોટિસ જારી કરી હતી, જેમાં અરજદારો સામેના કેસને રદ કરવાની માંગણી કરવા ઉપરાંત,. UAPA ની કલમ 2(1)(o) જે 'ગેરકાયદેસર પ્રવૃત્તિ' ને વ્યાખ્યાયિત કરે છે.તે અંગે ખુલાસો માંગ્યો છે.

ત્રિપુરા પોલીસે પત્રકાર શ્યામ મીરા સિંહ સહિત અરજદારો અને કેટલાક અન્ય કાર્યકરો અને વકીલો સામે UAPA હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ માટે કેસ દાખલ કર્યો હતો.જે અંતર્ગત તેઓએ સોશિઅલ મીડિયા ઉપર "ત્રિપુરા ભડકે બળી રહ્યું છે."તેવી પોસ્ટ વાઇરલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ, બે અન્ય પત્રકારો, સમૃદ્ધિ સકુનિયા અને સ્વર્ણ ઝા, જેમને ત્રિપુરા પોલીસ દ્વારા રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા અંગેના અહેવાલો માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, તેમને ગોમતી જિલ્લામાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન આપ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:15 pm IST)