Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

જમ્મુ-કાશ્મીર મુદ્દે દિલ્હીમાં આજે ઉચ્ચ સ્તરીય બેઠકઃ ટાર્ગેટ કિલિંગ પર ચર્ચાની શકયતા

નવી દિલ્હી તા.૧૭ : કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા જમ્મુ અને કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે દિલ્હીથી ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પોલીસ મહાનિર્દેશક (ઝ્રઞ્ભ્) દિલબાગ સિંહ અને જમ્મુ અને કાશ્મીરના ગુપ્તચર વડા રશ્મી રંજન સ્વૈન, અન્યો સહિત, જમ્મુ અને કાશ્મીરથી બેઠકમાં ભાગ લેશે, જ્યારે એમએચએના થ્રૂધ્ ડેસ્ક ઈન્ચાર્જ નવી દિલ્હીથી બેઠકમાં ભાગ લેશે, જે આજે બપોરે યોજાશે.

કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટેડ કિલિંગના નવા પડકાર પર વિશેષ ચર્ચા થશે. અગાઉની ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને તેના અમલીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઝ્રઞ્ભ્ અને ઝ્રઞ્ભ્ ઘ્ત્ઝ્ર કાશ્મીર ખીણના વિશેષ સંદર્ભ સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ પર વિગતવાર માહિતી આપે તેવી અપેક્ષા છે.

જમ્મુ-કાશ્મીરમાં ખાસ કરીને આતંકવાદીઓએ ગયા મહિને ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો, ત્યાર બાદ ફરી વ્યૂહરચના પર કામ કરવા પર ભાર આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને સુરક્ષા દળોએ વિવિધ સાવચેતીના પગલાં લીધા હતા, જેમ કે કામદારોને વિશેષ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. આ સાથે જે તત્વો પર ખાસ નજર રાખવામાં આવે છે તેના પર ધ્યાન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે એ વાત સાચી છે કે આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાનમાં સુરક્ષા દળોની સફળતાથી આતંકવાદીઓ દંગ રહી ગયા છે અને તેની અસર દેખાઈ રહી છે.

(12:21 pm IST)