Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

મુસ્લિમ સમુદાયને કોરોનાની રસી લગાડવા મહારાષ્ટ્ર સરકાર લેશે સલમાન અને ધર્મગુરુઓની લેશે મદદ !!

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું મુસ્લિમ વિસ્તારોમાં ઘણા લોકોમાં રસીને લઈ ખચકાટ

મુંબઈ :મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે મુસ્લિમ વિસ્તારોમાં કોરોના વાયરસ સામે રસીકરણની ઝડપ વધારવા માટે મહારાષ્ટ્ર સરકાર બોલીવુડ અભિનેતા સલમાન ખાન સહિત મુસ્લિમ ધર્મગુરુઓની મદદ લેશે. જેથી મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારના લોકોને રસી અપાવવા માટે સરળતાથી સમજાવી શકાય.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર મુસ્લિમ સમુદાયના વિસ્તારોમાં કોવિડ -19 રસીકરણ માટે લોકોને તૈયાર કરવાને ધ્યાનમાં રાખીને અભિનેતા સલમાન ખાન અને ધાર્મિક નેતાઓની મદદ લેવાનું વિચારી રહી છે. કારણ કે આ વિસ્તારોમાં ઘણા લોકો રસી લેવામાં અચકાય છે. કોરોનાવાયરસ રસીકરણના મામલામાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં રસીકરણની ઝડપ ઘણી ઓછી છે.

સ્વાસ્થ્ય મંત્રીએ સોમવારે જાલનામાં કહ્યું કે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં કોરોના વેક્સીનને લઈને લોકોમાં હજુ પણ ખચકાટ છે. એટલા માટે અમે મુસ્લિમ સમુદાયમાં કોવિડ-19 રસીકરણ વિશે લોકોને પ્રોત્સાહિત કરવા માટે સલમાન ખાન સહિત મુસ્લિમ ધાર્મિક નેતાઓની મદદ લેવાનું નક્કી કર્યું છે. કારણ કે ફિલ્મ કલાકારો અને મુસ્લિમ ધર્મગુરુઓનો લોકો પર પ્રભાવ છે અને તેઓ તેમની વાત સાંભળે છે.

 મંત્રીએ કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 10.25 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે, અને નવેમ્બરના અંત સુધીમાં તમામ પાત્ર વ્યક્તિઓને ઓછામાં ઓછો પ્રથમ ડોઝ મળી જશે. 

(11:18 am IST)