Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

દેશમાં ૫૨૭ દિવસ બાદ કોરોનાનો ગ્રાફ ઘટયો : એકટીવ કેસ સૌથી ઓછા

૨૪ કલાકમાં ૧૦,૧૯૭ કેસ નોંધાયા : ૩૦૧ના મોત

નવી દિલ્હી તા. ૧૭ : દેશમાં આજે કોરોનાનાં કેસમાં મંગળવારની સરખામણીએ વધારે કેસ નોંધાયા છે. જો કે તેમા કોઇ એટલે પણ વધારો થયો નથી, જે દર્શાવે છે કે ભારતમાં કોરોના વિરૂદ્ઘ લડવામાં દેશ આગળ વધી રહ્યો છે.

કોરોના મહામારી વિરુદ્ઘ લડવા માટે દુનિયાભરની તમામ દેશોની સરકારો પૂરો પ્રયત્ન કરે છે. પરંતુ હજુ તેના પર પૂરી રીતે કાબુ મેળવી શકાયો નથી. ત્યારે જો ભારતની વાત કરીએ તો અહી વેકિસન પર વધુ ભાર આપવામાં આવ્યો તેની અસર હાલમાં જોઇ શકાય છે. છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાનાં કેસમાં ઓછા સામે આવી રહ્યા છે.

દેશમાં વેકિસન પણ ઝડપથી આપવામા આવી રહી છે એક આ પણ કારણ કોરોનાનાં કેસમાં ઘટાડો થવા પાછળ છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં ૧૦,૧૯૭ નવા કેસ નોંધાયા સાથે કોવિડની સંખ્યા વધીને ૩,૩૮,૭૩,૮૯૦ થઈ ગઈ છે. આ સાથે, દેશમાં સક્રિય કેસ ઘટીને ૧,૨૮,૫૫૫ પર આવી ગયા છે. સવારે અપડેટ કરાયેલ ડેટા દર્શાવે છે કે ૩૦૧ નવા મૃત્યુ નોંધાયા બાદ મૃત્યુઆંક ૪,૬૪,૧૫૩ સુધી પહોંચી ગયો છે. નવા કોરોના વાયરસનાં ચેપમાં દૈનિક વધારો સતત ૪૦ દિવસથી ૨૦,૦૦૦ ની નીચે રહ્યો છે અને સતત ૧૪૩ દિવસથી દરરોજ ૫૦,૦૦૦ થી ઓછા નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસોની સંખ્યા ઘટીને ૧,૨૮,૫૫૫ થઈ ગઈ છે, જેમાં કુલ ચેપના ૦.૩૭ ટકાનો સમાવેશ થાય છે, જે માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી ઓછો છે.

દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૮૨ ટકા નોંધાયો હતો. છેલ્લા ૪૪ દિવસમાં તે ૨ ટકાથી ઓછો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ ૦.૯૬ ટકા નોંધાયો હતો. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા ૫૪ દિવસથી તે ૨ ટકાથી નીચે છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૩,૩૮,૭૩,૮૯૦ થઈ ગઈ છે, જયારે મૃત્યુ દર ૨ ટકાથી ઓછો નોંધાયો છે.

(10:54 am IST)