Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રેસ્ટોરન્ટમાં સમલૈંગિકોની એન્ટ્રી પર પ્રતિબંધનો વિરોધ

વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ વિવાદમાં સપડાઈ : રેસ્ટોરન્ટમાં સમલૈંગિક પુરુષોની એન્ટ્રી પર રોક છે અને સમલૈંગિક મહિલાને પણ ડ્રેસના આધારે એન્ટ્રી અપાય છે

નવી દિલ્હી, તા.૧૬ : ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ વિવાદમાં ફસાઈ છે. કોહલીની રેસ્ટોરન્ટ વન એઈટ કોમ્યુનીપર સોશિયલ મીડિયા પર આરોપ લગાવાયો છે કે, આ રેસ્ટોરન્ટની દિલ્હી, કોલકાતા અને પૂણેમાં ચાલતી બ્રાન્ચમાં સમલૈંગિકોને એન્ટ્રી આપવામાં આવી રહી નથી.

આરોપમાં એવુ કહેવાયુ છે કે, અહીંયા સમલૈંગિક પુરુષોની એન્ટ્રી પર રોક છે અને સમલૈંગિક મહિલાઓ પણ ડ્રેસના આધારે એન્ટ્રી અપાઈ રહી છે.ભારતમાં આ પ્રકારની રેસ્ટોરન્ટો, બારમાં આવો ભેદભાવ બહુ સામાન્ય વાત છે અને કોહલી પણ આ જ કરી રહ્યા છે.

દરમિયાન વન એઈટ કોમ્યુનીરેસ્ટોરન્ટ તરફથી આ મુદ્દે કહેવામાં આવ્યુ છે કે ,અમારી રેસ્ટોરન્ટમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામ લોકનુ સ્વાગત છે.અમે તમામ સમુદાયની સેવા માટે તત્પર છે.

જો અજાણતા કોઈને એન્ટ્રી ના મળી હોય તો એવી વ્યક્તિ અમારો સંપર્ક કરે તેવુ અમે ઈચ્છીએ છે.જેથી વિવાદનો ઉકેલ લાવી શકાય, અમારા ગ્રાહકો અણારી પ્રાથમિકતા છે.

(12:00 am IST)