Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

કંગનાએ વધુ એક વિવાદ છેડ્યો :કહ્યું-ગાંધીજીએ ક્યારેય પણ સરદાર ભગતસિંહ અથવા નેતાજી સુભાષ ચંદ્ર બોસને સમર્થન આપ્યુ નથી.

કંગનાએ લખ્યું -જે આઝાદી માટે લડ્યા હતા, તેમને સત્તાના ભૂખ્યા અને ચાલાક લોકોએ પોતાના માલિકોને સોંપી દીધા . આ તે લોકો હતા, જેમની અંદર તેમનું શોષણ કરનારાઓ સામે લડવાની સાહસ નહતું

મુંબઈ : અભિનેત્રી કંગના રાણાવતે દેશના બધા જ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને ફગાવીને દેશની આઝાદીને ભીખમાં મળેલી આઝાદી ગણાવી દીધી હતી. તે નિવેદનનો વિવાદ હજું ખત્મ થયો નથી તેવામાં કંગનાએ એક વખત ફરીથી દેશના જ ફ્રિડમ ફાઈટરોને લઈને દેશવાસીઓમાં ભાગવા પાડવા માટેનો વધુ એક નિવેદન આપી દીધો છે. આ વખતે કંગનાએ પોતાની બધી જ હદ્દો પાર કરીને મહાત્મા ગાંધી ઉપર નિવેદનબાજી કરી છે.

કંગનાએ પોતાની ઈસ્ટાગ્રામ પર એક જૂના સમાચાર પોસ્ટ કરીને લખ્યું છે કે તમે ગાંધીના ફેન હોઈ શકો છો અથવા પછી નેતાજીના સમર્થન. પરંતુ એક સાથે બંનેના ના થઈ શકો. પોતે જ પંસદગી કરો?

ઉલ્લેખનિય છે કે, વર્તમાનમાં દેશમાં અનેક સમસ્યાઓ પ્રવર્તી રહી છે. દેશની આર્થિક સ્થિતિ ખરાબ હોવાની સાથે-સાથે મોંઘવારી-બેરોજગારી- ગરીબી-ભૂખમરો વગેરે જેવી અનેક સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. તેવામાં કંગનાને આપણા જ દેશના બે મહાન હસ્તિઓને લઈને દેશના વિભિન્ન વિચારસરણીવાળા લોકોમાં ભાગલા પડાવવાની આગ લાગી છે. પરંતુ કેમ? કેમ કે ઉપરોક્ત બધી સમસ્યાઓથી લોકોનું ધ્યાન ભંગ કરવામાં આવી શકે. દેશમાં પ્રવર્તી રહેલી સાચી સમસ્યાઓથી લોકોનું ધ્યાન ભટકાવીને દેશવાસીઓને અલગ ટ્રેક ઉપર લઈ જવાની કોશિશ કરવામાં આવી રહી છે.તેથી તો કંગના એકદમ ભડકાઉ અને વિવાદાસ્પદ નિવેદન આપી રહી છે. કંગનાના નિવેદન પછી સરકાર પણ મૌન રહી છે.

હવે એક વખત ફરીથી કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર કંગનાએ એક ન્યૂઝના કટિંગ સાથે બે સંદેશ પોસ્ટ કર્યા છે. પહેલા મેસેજમાં કંગનાએ લખ્યું છે કે, જે આઝાદી માટે લડ્યા હતા, તેમને સત્તાના ભૂખ્યા અને ચાલાક લોકોએ પોતાના માલિકોને સોંપી દીધી હતા. આ તે લોકો હતા, જેમની અંદર તેમનું શોષણ કરનારાઓ સામે લડવાની સાહસ નહતું. આ તે લોકો છે જેમને આપણને શિખવાડ્યું છે કે કોઈ થપ્પડ મારે તો એક વધુ થપ્પડ માટે આપણો બીજો ગાલ આપી દો. પોસ્ટ કરવામાં આવેલા સમાચારમાં લખ્યું છે કે ગાંધી જી નેતાજીને અંગ્રેજોને સોંપવા માંગતા હતા.

કંગનાએ બીજી પોસ્ટમાં લખ્યું છે કે, મહાત્મા ગાંધીએ ક્યારેય પણ સરદાર ભગત સિંહ અથવા નેતાજી સુભાષ ચંદ્ર બોસને સમર્થન આપ્યુ નથી. પુરાવા દર્શાવે છે કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગત સિંહને ફાંસી થાય. તમારે પસંદગી કરવી પડશે કે તમે કોઈને સપોર્ટ કરો છો. કંગનાએ આગળ લખ્યું છે કે બધાને પોતાનો ઈતિહાસ અને નાયકો અંગે ખબર હોવી જોીએ. આપણે તેમની પસંદગી સાવધાનીથી કરવી જોઈએ. તમારે કોણ જોઈએ છે તે તમારે પોતે નક્કી કરવાનું છે.

પોતાની પક્ષ થકી એક વખત ફરીથી કંગના રનૌતે ભીખમાં મળેલી આઝાદીવાળા નિવેદન પર પોતાનો પક્ષ મૂક્યો છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં જ કંગનાએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતુ કે, ભારતને સાચી આઝાદી 2014માં મળી છે. 1947માં મળેલી આઝાદી ભીખ હતી. કંગનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા પછી દરેક લોકોએ તેની ટીકા કરી. બીજેપીના પણ કેટલાક નેતાઓએ તેનો વિરોધ કર્યો પરંતુ પીએમ મોદી સહિત સરકારના મોટા-મોટા પદ્દો પર બેસેલા લોકો અત્યાર સુધી મૌન છે.

(12:32 am IST)