Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા : ગ્રેનેડ અને દારૂગોળા સાથે બે આતંકવાદીઓને ઝડપી લેવાયા

સોપોરમાં પોલીસ, સેના અને સીઆરપીએફએ સંયુક્ત રીતે નાકાબંધી કરી હતી.: બંને શકમંદો ગ્રેનેડ ફેંકવાના ઈરાદે કુપવાડામાં અજાણ્યા સ્થળે જઈ રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. હકીકતમાં સોપોરમાં પોલીસ, સેના અને સીઆરપીએફએ સંયુક્ત રીતે નાકાબંધી કરી હતી. અને દરેક પસાર થનાર પર નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન બે લોકો પર શંકા જતા તેઓની તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન તેમની પાસેથી હેન્ડ ગ્રેનેડ અને વાંધાજનક સામગ્રી મળી આવી હતી. સુરક્ષા દળોએ બંને શકમંદોની ધરપકડ કરી લીધી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ ધરાવે છે. આ સાથે જ બંને શકમંદો ગ્રેનેડ ફેંકવાના ઈરાદે કુપવાડામાં અજાણ્યા સ્થળે જઈ રહ્યા હતા.

છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ ઘાટીમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સુરક્ષા દળો તેમના દરેક પ્રયાસને પૂર્ણ થવા દેતા નથી. જો કે, આ દરમિયાન આતંકવાદીઓએ ઘણા ગ્રેનેડ હુમલા કર્યા છે અને તેમને નિશાન બનાવીને ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી છે.

(12:00 am IST)