Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ગુપકાર સંગઠન મામલે કોંગ્રેસ ભારે મૂંઝવણમાં મુકાઈ : સ્થાનિક નેતાઓને જમ્મુમાં નુકસાન થવાની દહેશત

કલમ 370 મામલે માત્ર કાશ્મીરમાં જ સમર્થન મળી શકે છે

 

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં વિવાદાસ્પદ ગુપકાર સંગઠન મામલે કોંગ્રેસ) ભારે મુંઝવણમાં મુકાઈ છે એકતરફ રાષ્ટ્રવાદનો મુદ્દો ઊઠાવી ભાજપ કોંગ્રેસને  ઘેરી રહ્યો છે. ગૃહમંત્રીએ વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીમાં હારના જોખમની તેને ચિંતા છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે કોંગ્રેસ પણ ગુપકાર સંગઠન માં સામેલ છે. તેમણે સાથે મળી જિલ્લા વિકાસશીલ પરિષદનીચૂંટણી લડવાની વાત પણ કરી હતી.પરંતુ રાજ્ય કોંગ્રેસના કેટલાક નેતાઓનું માનવું છે કે કાશ્મીરમાં તો ગુપકાર સંગઠનને સમર્થન મળી શકે છે. પરંતુ હિન્દુ વર્ચસ્વવાળા જમ્મુમાં કલમ 370 બહાલ કરવાના મામલે સમર્થન મળવાની શક્યતા નથી. જેના કારણે કોંગ્રેસને વધુ નુકસાન થઇ શકે છે. હવે પાર્ટીમાં આ અંગે ભયની સ્થિતિ સર્જાઇ છે.

 

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં DDC Electionની ચૂંટણી 28 નવેમ્બરથી 8 તબક્કામાં યોજાશે. તેનું પરિણામ ડિસેમ્બરમાં આવશે.

જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના નેતાઓનું એવું માનવું છે કે યુવાઓને રોજગાર અને પૂર્ણ રાજ્યની વાત પર સંમત કરી શકાય છે. પહેલાં પણ આ આધાર પર જ કામ થઇ રહ્યું હતું. પરંતુ જમ્મુ ક્ષેત્રમાં કલમ 370ની બહાલીના નામે સમર્થન મેળવવું બહુ જ મુશ્કેલ છે. તેનાથી કોંગ્રેસને નુકસાન સિવાય કંઇ નહીં મળે.

જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસ અધ્યક્ષ ગુલામ અહેમદ મીરે આ અંગે જણાવ્યું કે પાર્ટીએ ગુપકાર સંગઠન સાથે માત્ર ચૂંટણી સમજૂતિ કરી છે. કોંગ્રેસ સંપૂર્ણપણે સંગઠનનો ભાગ બનશે કે નહીં, તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. નોંધનીય છે કે કોંગ્રેસ ગુપકાર સંગઠન (Congress Gupkar)ની બેઠકમાં હાજર રહી નહતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ ગુપકાર સંગઠનની સાથે શરુઆતમાં સમજૂતિ કરવા માગતી નહતી. જમ્મુમાં નુકસાનની આશંકા તેનું કારણ હતી. કારણ કે જમ્મુમં ભાજપની મજબૂત પકડ છે. અહીંની બંને લોકસભા બેઠક ભાજપ પાસે છે. હવે જમ્મુના કોંગ્રેસી નેતા ગુપકાર સંગઠન સાથે જોડાવવા મામલે અસહજ છે

(12:14 am IST)