Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

દેશની પ્રથમ ખાનગી ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' માં મુસાફરો નહિ મળતા બે રૂટ બંધ કરવા નિર્ણય

દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઇ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ ટ્રેનોને અનિશ્ચિત કાળ માટે સ્થગિત

નવી દિલ્હી : દેશની પ્રાઇવેટ ટ્રેનને મંદીનું ગ્રહણ લાગ્યુ છે અને અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલનારી તેજસ એક્સપ્રેસનું સંચાલન 24 નવેમ્બરથી બંધ થઇ જશે.દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઇ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ ટ્રેનોને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ તેજસને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

 દિલ્હીથી લખનૌ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસનું સંચાલન 23 નવેમ્બરથી બંધ થશે અને અમદાવાદ-મુંબઇ વચ્ચેની તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બરથી બંધ થશે.આ બંને રૂટ પર દોડતી રેલવેની અન્ય ટ્રેનોમાં યાત્રીની સંખ્યાની સમીક્ષા કર્યા બાદ IRCTC તેજસને ફરીથી ચલાવવા અંગે નિર્ણય લેશે. આ ટ્રેનમાં કુલ 736 સીટ છે. પરંતુ આ સમયે તેમાં માત્ર 25%-40% સીટ્સ જ બુક થઈ રહી હતી. જ્યારે લોકડાઉન પહેલાં તેમાં 50%થી 80% સીટ બુક થઈ જતી હતી.

 કોરોના દરમ્યાન આ ટ્રેન બંધ કરાયા બાદ ટ્રેન ફરી ચાલુ કરાઈ હતી પણ મુસાફરો નહિ મળતા ટ્રેન ખોટ કરી રહી હતી.

 આ વર્ષે દિવાળી જેવા તહેવાર માં પણ તેજસમાં સીટ્સ ખાલી રહી હતી. વધારે ભાડું હોવાને કારણે લોકો ટ્રેનને બદલે ફ્લાઇટમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

IRCTCએ ગયા વર્ષે દિલ્હી-લખનઉ 4 ઓક્ટોબરથી અને મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ 19 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી. આમ ફ્લાઇટ જેવું તગડું ભાડું ધરાવતી આ ટ્રેન માં મુસાફરો નહિ મળતા હવે બે રૂટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

(9:40 pm IST)
  • હવે ભાજપની નજર કરૂણાનિધિના પુત્ર ઉપર મંડાઈ : આવતા વર્ર્ષે તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તામિલનાડુનું રાજકારણ કબ્જે કરવા માટે ભારતીય જનતા પક્ષે તામિલનાડુના લોખંડી રાજપુરૂષ સ્વ. કરૂણાનિધિના પુત્ર અલાગીરી ઉપર નજર માંડી છે : અલાગીરી ટૂંક સમયમાં જ ચૂંટણી પહેલા નવો રાજકીય પક્ષ સ્થાપી રહ્યાનું જાણવા મળે છે : ભાજપ તેનો સાથ લઈ દક્ષિણના રાજયોમાં અડીંગો જમાવવા પૂરતો પ્રયાસ કરશે તેમ જાણવા મળે છે access_time 12:07 pm IST

  • એમપીમાં લવ જેહાદ વિરુદ્ધ આકરી સજાની જોગવાઇવાળો કાયદો આવી રહ્યો છે : મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની ભાજપ સરકાર આવી રહેલા વિધાનસભા સત્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવી રહ્યાનું મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું છે access_time 5:18 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 89 લાખને પાર પહોંચ્યો : સ્વસ્થ થનારની સંખ્યા 83 લાખને વટાવી ગઈ : એક્ટિવ કેસ 4.50 લાખથી ઓછા : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 38,478 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 89,12,704 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,46,657 થયા:વધુ 44,671 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 83,33,013 રિકવર થયા :વધુ 471 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,31,031 થયો access_time 12:45 am IST