Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ચીનના પેટમાં દુખશે : ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની સેનાએ સાથે મળી કર્યો યુદ્ધાભ્યાસ

સબમરીન યુદ્ધ અને સમુદ્રથી હવામાન પ્રહાર કરવાની ક્ષમતાનો અભ્યાસ કરાયો

નવી દિલ્હી : ભારતીય નેવીના યુદ્ધાભ્યાસ માલાબારની બીજો રાઉન્ડ આજથી ઉત્તર અરબી સમુદ્રમાં શરૂ થયો છે. તેમાં ભારતીય નેવીના એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રમાદિત્ય, અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર USS નિમિત્ઝ તેમજ ઓસ્ટ્રેલિયા અને જાપાની નેવીના ફોરવર્ડ લોકેશન પર તૈનાત યુદ્ધ જહાજો સામેલ થયા છે. આ યુદ્ધાભ્યાસ ચાર દિવસ સુધી ચાલશે

 

  અધિકારીઓએ જણાવ્યું કે આ યુદ્ધાભ્યાસ દરમિયાન ક્વાડ સમૂહના દેશોની નેવી દ્વારા મળીને કાર્ય કરવાની ક્ષમતાને વધારવા માટે સમન્વિત અભિયાનનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. માલાબાર યુદ્ધાભ્યાસનો પહેલો તબક્કો ત્રણથી છ નવેમ્બરે બંગાળની ખાડીમાં યોજાયો હતો

આ દરમિયાન સબમરીન યુદ્ધ અને સમુદ્રથી હવામાન પ્રહાર કરવાની ક્ષમતાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ યુદ્ધાભ્યાસ એવા સમયે થયો છે કે જ્યારે ગત છ મહિનાથી પૂર્વ લદ્દાખ સરહદે ભારત અને ચીનની સેનાની વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે.

(9:21 pm IST)