Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

નાલાયક ચીને લદ્દાખમાં ભારતીય સૈનિકોની સામે ઘાતક માઇક્રોવેવ વેપનનો કર્યો હતો ઉપયોગઃ રિપોર્ટમાં ખુલાસો

માઇક્રોવેબ ગનના ઉપયોગની 15 મીનિટ બાદ જ ભારતીય સૈનિકો ઉલટી કરવા લાગ્યા અને તેમણે પહાડી છોડીને હટવું પડ્યું

નવી દિલ્હીઃ ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો પર ખીલાવાળા દંડાઓથી હુમલો કરનારી ચીનની સેનાનો ભારતીય સૈનિકો વિરુદ્ધ લદ્દાખમાં નવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરવાનો મોટો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીની સેના PLAએ પૂર્વ લદ્દાખમાં ભારતીય સૈનિકોને પાછળ ધકેલવા માટે રેડિએશન પેદા કરનારા અત્યંત ઘાતક કિરણોનો ઉપયોગ કર્યો હતો.જો આ સત્ય છે તો દુનિયામાં દુશ્મન સેનાની વિરુદ્ધ આ હથિયારનો ઉપયોગ કરવાની આ પહેલી ખતરનાક ઘટના છે.

  બીજી તરફ ચીની નિષ્ણાતનો દાવો છે કે એક પણ ગોળી ચલાવ્યાં વગર આ હુમલા બાદ ભારતીય સૈનિકો 2 પહાડીઓ પર પાછળ હટી ગયા હતા.ચીનની રાજધાની બેઇજિંગની રેનમિન યૂનિવર્સિટીમાં પ્રોફેસર જિન કાનરોંગે જણાવ્યું કે,ચીનના આ ઘાતક હથિયારમાં માઇક્રોવેવ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ઝપેટમાં આવતા જ સૈનિકોને અત્યંત ભયંકર પીડા થાય છે અને ઉભા રહેવામાં ઘણી જ મુશ્કેલી થવા લાગે છે. ભારત અને ચીનની વચ્ચે 1996માં થયેલી સંધિ પ્રમાણે આ પ્રકારના ઘાતક હથિયારના ઉપયોગ પર પ્રતિબંધ છે.

બ્રિટિશ સમાચાર પત્ર ધ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે પ્રોફેસર જિને એક લેક્ચર દરમિયાન માઇક્રોવેવ વેપનના ઉપયોગનો દાવો કર્યો. દાવો કર્યો કે આ હથિયારના ઉપયોગથી ચીને એક પણ ગોળી ચલાવ્યાં વગર 2 એવી પહાડીઓ પર કબ્જો કર્યો જેના પર ભારતીય સૈનિકોએ કબ્જો કરી લીધો હતો. જિને કહ્યું કે, અમે તેના પર વધારે ચર્ચા એટલા માટે ના કરી કારણ કે અમે ઘણી જ સારી રીતે આ સમસ્યાનું સમાધાન કરી લીધું. તેમણે દાવો કર્યો કે ભારતે ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. જિને કહ્યું કે, ચીની સૈનિકોએ પહાડીની નીચેથી માઇક્રોવેવ વેપનનો ઉપયોગ પહાડી પર રહેલા ભારતીય સૈનિકો પર કર્યો. તેમને દાવો કર્યો કે, માઇક્રોવેબ ગનના ઉપયોગની 15 મીનિટ બાદ જ ભારતીય સૈનિકો ઉલટી કરવા લાગ્યા અને તેમણે પહાડી છોડીને હટવું પડ્યું. રિપોર્ટ પ્રમાણે આ પ્રકારના હથિયારનો પોતાની દુશ્મન સેના પર ઉપયોગ કરવાની આ પહેલી ઘટના છે. ચીન ઉપરાંત અમેરિકા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયએશન વેપનનો ઉપયોગ કરી ચુક્યું છે. ચીનનું આ હથિયાર ના ફક્ત માણસોને તડપવા મજબૂર કરે છે, પરંતુ ઇલેક્ટ્રોનિક અને મિસાઇલ સિસ્ટમને પણ તબાહ કરી શકે છે.

(9:07 pm IST)