Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

દેશને જ્યારે પણ જરુર હશે ત્યારે શિવસેના હિન્દુત્વની તલવાર સાથે આગળ આવી ઉભી રહેશે: સંજય રાઉત

ભાજપની જેમ હિન્દુત્વની રાજનીતિમાં માનતા નથી :હિન્દુત્વનું સર્ટિફિકેટ ભાજપ પાસેથી લેવાની જરૂર નથી

મુંબઈ : શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેની આઠમી પૂણ્યતિથી નિમિતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારજનો તથા શિવસેનાના નેતાઓ દ્વારા બાલાસાહેબને પૂષ્પાંજલી પાઠવવામાં આવી હતી.તમામ નેતાઓએ મુંબઇમાં બાલાસાહેબના સ્મારક ખાતે પુષ્પો અર્પણ કર્યા હતા.

ત્યારબાદ મીડિયાને સંબોધિત કરતા શિવસેનાના નેતા સંજય રાઉતે હિન્દુત્વના મુદ્દે ભાજપને નિશાને લીધી હતી. સંજય રાઉતે કહ્યુ છે કે, અમારી પાર્ટી હિન્દુવાદી હતી અને રહેશે.અમારે બીજા કોઈ પાસેથી આ માટેનુ સર્ટિફિકેટ લેવાની જરુર નથી.દેશને જ્યારે પણ જરુર હશે ત્યારે શિવસેના હિન્દુત્વની તલવાર સાથે આગળ આવીને ઉભી રહેશે. શિવસેના ભાજપની જેમ હિન્દુત્વની રાજનીતિમાં માનતી નથી.

(8:56 pm IST)
  • ટીમ ઇન્ડિયાની કીટના સ્પોન્સર હશે MPL સ્પોર્ટસઃ બીસીસીઆઇની જાહેરાત: બીસીસીઆઇઍ જાહેર કર્યું છે કે MPL સ્પોર્ટસ ટીમ ઇન્ડિયાની કિટનું સ્પોન્સર રહેશે. ટીમ ઇન્ડિયા, મહિલા ક્રિકેટ ટીમ અને અન્ડર -૧૯ ક્રિકેટ ટીમ MPL સ્પોટર્સ બનાવેલી ડિઝાઇનની જર્સી પહેરશે. access_time 1:17 pm IST

  • મધ્યપ્રદેશમાં હિસ્ટ્રીશીટર રમેશ તોમરના ગેરકાયદે બિલ્ડીંગોને કોર્પોરેશને બુલડોઝર ફેરવી તોડી પાડેલ છે access_time 1:03 pm IST

  • નાનપણમાં રામાયણ અને મહાભારત સાંભળ્યા હતા: બરાક ઓબામા : અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં લખ્યું છે કે મારા બાળપણ ના કરશો હું રામાયણ અને મહાભારત સાંભળીને પસાર કર્યા હતા બરાક ઓબામાએ તેમના આત્મકથાનાત્મક પુસ્તક 'એ પ્રોમિસ્ડ લેન્ડ'માં આ વિગતો દર્શાવી છે. access_time 4:21 pm IST