Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

કોંગ્રેસ પાર્ટી ‘ગુપકાર એલાયન્સ’ નો ભાગ નથી : ગૃહમંત્રી અમિતભાઇ શાહે સવાલ ઉઠાવતા કોંગ્રેસનો મોટો ખુલાસો

અવાર નવાર જૂઠ બોલવુ, કપટ ફેલાવવુ અને નવી ભ્રમજાળ ગઢવી મોદી સરકારની ચાલ, ચહેરો અને ચરિત્ર બની ગયો: કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપને ભૂતકાળ પણ યાદ દેવડાવી પ્રહાર કર્યા

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના ગુપકાર ગઠબંધન પર કોંગ્રેસના સમર્થન પર સવાલ ઉઠાવ્યો હતો. અમિતભાઈ  શાહે ટ્વીટ કર્યુ હતું કે, ગુપકાર ગેન્ગ ભારતના તિરંગાનું અપમાન કરે છે, શું સોનિયાજી અને રાહુલ ગુપકાર ગેન્ગના આવા પગલાનું સમર્થન કરે છે? તેમણે દેશની જનતા સામે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવુ જોઇએ. અમિતભાઈ શાહના પ્રહાર બાદ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ખુલાસો કર્યો છે અને ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે.

કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે, અવાર નવાર જૂઠ બોલવુ, કપટ ફેલાવવુ અને નવી ભ્રમજાળ ગઢવી મોદી સરકારની ચાલ, ચહેરો અને ચરિત્ર બની ગયો છે. શરમની વાત તો એ છે કે દેશના ગૃહમંત્રી, અમિત શાહ રાષ્ટ્રીય સુરક્ષાની પોતાની જવાબદારીને કિનારા પર ખસેડી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પર ખોટી, ભ્રામક નિવેદન કરી રહ્યા છે. ભારતની ધરતી પરથી ચીનને પરત ખસેડવા તથા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની જવાબદારી નીભાવવાની જગ્યાએ ખોટા નિવેદન જ અમિત શાહ અને મોદી સરકારના મંત્રીઓનો દરરોજનો વ્યવહાર બની ગયો છે

 

મોદી સરકાર અને તેના મંત્રીઓએ ગુમાવેલી મેમરીને તાજી કરવાની જરૂર છે તેમ કહીને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે આ મુજબ છે

1) કોંગ્રેસ પાર્ટી ‘ગુપકાર એલાયન્સ’ અથવા ‘પીપુલ્સ એસોસિએશન ફોર ગુપકાર ડિકલેરેશન (PAGD)નો ભાગ નથી.
2) દેશ માટે કુરબાની અને બલિદાનીની પરિપાટી કોંગ્રેસના નેતૃત્વએ પોતાના લોહીથી લખી છે. મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા નેતાઓની દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની પરંપરા સૌને યાદ છે. આઝાદી બાદ પણ ઉગ્રવાદ અને આતંકવાદ સામે લડતા હજારો કોંગ્રેસીજનોએ જમ્મુ કાશ્મીર સહિત આખા દેશમાં કુરબાની આપી. સરદાર બેઅંતસિંહ, નંદકુમાર પટેલ, વિદ્યાચરણ શુકલ, મહેન્દ્ર કર્મા અને હજારો કોંગ્રેસીજનો દેશ માટે કુરબાન થઇ ગયા, જેની પર અમને નાજ છે. Congress
3) અંગ્રેજના ગુલામ અને પિઠ્ઠુ દળના લોકો ભાગ્યે જ ના તો દેશ અને ના તો તિરંગા માટે કુરબાનીનો જુસ્સો સમજી શકે છે. કોંગ્રેસ પાર્ટી આ ક્યારેય સ્વીકાર નહી કરે કે રાષ્ટ્રની અસ્મિતા, અખંડતા અથવા તિરંગાને કોઇ નુકસાન પહોચાડે. ના તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જમ્મુ કાશ્મીર સહિત ભારતના આંતરિક ઘટનામાં કોઇ વિદેશી દખલઅંદાજી સ્વીકાર કરી છે અને ના તો કરશે. 70 વર્ષો સુધી ભારતનો ગૌરવશાળી ઇતિહાસ કોંગ્રેસના આ સંકલ્પનો સાક્ષી છે.

અમિત શાહ અને મોદી સરકારને રાષ્ટ્રભક્તિનો નવો પાઠ ભણવાની જરૂર છે. કારણ કે તેમના પિતૃ સંગઠન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તો દેશના તિરંગાને આઝાદીના 52 વર્ષ સુધી RSSના કાર્યાલય પર ફરકાવ્યો નહતો.

4) અમિત શાહ એમ પણ જણાવે કે જે પીડીપીની તે ટિકા કરી રહ્યા છે, તેની સાથે મળીને જમ્મુ કાશ્મીરમાં ભાજપે સરકારની રચના કેમ કરી હતી? Congress

5) અમિત શાહ આ પણ જણાવે કે ભાજપ સરકાર જમ્મુ કાશ્મીરની જેલમાંથી કુખ્યાત આતંકવાદી મૌલાના મસૂદ અઝહર, મુશ્તાક અહેમદ જરગર અને અહેમદ ઉમર સઇદ શેખને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન છોડવા માટે કેમ ગઇ હતી અને શું આ ઉગ્રવાદી 26/11ના મુંબઇ આતંકવાદી હુમલાના જવાબદાર નથી? Congress

6) અમિત શાહ આ પણ જણાવે કે પાકિસ્તાનની ઉગ્રવાદીઓની પોષક, ISIને પઠાણકોટ એરબેસ હુમલાની તપાસ માટે આમંત્રણ આપીને ભારત કેમ બોલાવી હતી અને અમિત શાહે ISIમાં વિશ્વાસ કેમ વ્યક્ત કર્યો હતો?

7) અમિત શાહ આ પણ જણાવે કે વર્ષ 2016માં કુખ્યાત આતંકવાદી દાઉદ ઇબ્રાહિમની પત્ની ખુલ્લેઆમ મુંબઇ જઇને પરત પાકિસ્તાન કેવી રીતે પરત ફરી અને તેની પરવાનગી કોને આપી?

(7:20 pm IST)