Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ટ્વીટ કરનાર અમિત ઠક્કર જામીન ઉપર મુક્ત

ઠક્કરને ફરીથી તલોજા જેલમાં મોકલવામાં આવ્યા હતા

મુંબઇ: મુંબઇની એસ્પ્લાનેડ કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સોમવારે નાગપુરના રહેવાસી સમિત ઠક્કરને જામીન આપી દીધા છે.  મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે, ઉપર કથિત અપમાનજનક ટ્વીટ્સ માટે ધરપકડ કરી હતી. તેમને  25,000 ના રોકડ જામીન અથવા 20,000 રૂપિયાના પીઆર બોન્ડ પર કોર્ટે જામીન મુક્ત કરવા આદેશ આપ્યા છે. ઠક્કરને ફરીથી તલોજા જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમના એડવોકેટ ચંદનસિંહ શેખાવતે જણાવ્યું હતું કે તમામ ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી તેમને આજે મંગળવારે  જામીન મુક્ત કરવામાં આવી રહ્યા છે.

(7:09 pm IST)