Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

મહેબુબા મુફતીએ અમિતભાઈ ઉપર વળતા પ્રહારો કર્યા : કહ્યું કે ભાજપના હિસાબે તો ચૂંટણી લડવી એ પણ દેશદ્રોહ છે

શ્રીનગર : ગુપકાર ગઠબંધન અંગે અમિતભાઈએ સાધેલ નિશાન પછી મહેબુબા મુફતીએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે જૂની ટેવો ભાગ્યે જ છૂટી શકે છે. આ પહેલા ભાજપની રણનીતિ હતી કે ટૂકડે ટૂકડે ગેંગ ભારતની એકતા માટે ખતરા સમાન છે : હવે તેઓ 'ગુપકાર ગેંગ'નું નામ વાપરી રહ્યા છે અને અમને દેશદ્રોહી ચીતરી રહ્યા છે : વાસ્તવમાં ભાજપ ખુદ રોજેરોજ બંધારણનું ઉલ્લંઘન કરી રહેલ છે : ભાજપના હિસાબે તો ચૂંટણી લડવી એ પણ દેશદ્રોહ છે

(4:12 pm IST)