Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ઇન્ટરનેટ પર કબ્જો જમાવવા પંજો પહોળો કરતુ ચીન

'સાઇબર ડોમેન'ની સત્તા અમેરીકા પાસેથી સરકી જાય તેવા અણસાર : કોરોના તપાસની આડમાં ચીને મોટો ડેટા મેળવી લીધો

ન્યુજર્શી : અમેરીકા અને બ્રિટન સહીત યુરોપીયન અને પશ્ચિમી દેશો ચીનની ઉતરોતર પ્રૌદ્યોગિક શકિતને લઇને ચિંતીત છે. અમેરીકી સંસદની વિદેશ સંબંધિત સમિતિના વરીષ્ઠ ડેમોક્રેટીક સીનેટર રોબર્ટ મેનેડેઝને પોતાના રીપોર્ટમાં એવુ જાહેર કર્યુ છે કે ચીન અમેરીકા પાસેથી 'સાઇબર ડોમેન'ની સત્તા છીનવી લેવાની તૈયારીમાં છે.

જો ખરેખર જ ચીન ડીઝીટલ દુનિયામાં  પોતાની પકકડ મજબુત બનાવી લેશે તો અમેરીકા અને સહયોગી દેશોને પાછળ રાખી સમગ્ર ઇન્ટરનેટનું નિયંત્રણ ચીન પોતાના હાથમાં લઇ લેશે.

અમેરીકી સંસદમાં રજુ થયેલ રીપોર્ટ મુજબ જો અમેરીકા અને તેમના સહયોગી દેશો સામુહીક નજર અને સેન્સરશીપ પર ધ્યાન નહીં આપે તો ભવિષ્યમાં દુનિયાભરના ઇન્ટરનેટ સંબંધી નિયમ બીજીંગથી લેવાનું શરૂ થઇ જશે.

હ્યુમન રાઇટ્સ વોચની વરીષ્ઠ ચીની શોધકર્તા માયા વાંગએ જણાવ્યા અનુસાર કોરોના તપાસની આડમાં ચીને નાગરિકોનો ડેટા વિશાળ સંખ્યામાં મેળવી લીધો છે. આ પહેલા કોઇપણ દેશ પાસે લોકોની ગોપનિયતાની જાણકારી આવી નહોતી. હુઆવેઇ અને ટીકટોકના માધ્યમથી ચીને પોતાના ડીઝીટલ અધિનાયકવાદને લગાતાર વિસ્તાર્યો છે.

ચીને પોતાના દેશની ટેક કંપનિઓને  શાસનનું એક એવુ મોડલ તૈયાર કરવા સુચના આપી છે કે જેનાથી માસ સર્વિલાંસ ટેકનોલોજી અને ઇન્ટરનેટથી મળતી સુચના તથા સામગ્રી સુધી લોકોની પહોંચને નિયંત્રિત કરી શકાય. જેથી આ માધ્યમથી ડીઝીટલ ડોમેન પર કબ્જો રહે અને એક નવુ મોડલ સામે મુકી શકાય.

(2:18 pm IST)