Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

નીતીશ સરકારમાં મોટા બદલાવ : સંજય ઝા અને શ્રવણ કુમારને કેબીનેટમાં સ્થાન નહીં

પટણા : બિહાર વિધાનસભામાં ૧૨૫ બેઠકો સાથે જીત મેળવનાર નીતિશ કુમાર ૭ મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઇ રહ્ના છે. પરંતુ આ વખતે મોટા બદલાવ જાવા મળી રહ્ના છે. ઘણા ચહેરા બદલાઇ ગયા છે.

બિહારમાં એનડીએ સરકારની શરૂઆત હતી ત્યારથી નીતિશ કુમાર સાથે ઉપમુખ્યમંત્રી પદના શપથ લેતા આવતા સુશીલ મોદીના સ્થાને આ વખતે તારકિશોર પ્રસાદ સિંહ અને રેણુ દેવીના નામો ઉભરી આવ્યા છે. ભાજપના બેનર તળે ચુંટાઇને મંત્રી બનવા જઇ રહેલ સાત ચહેરામાંથી એક મંગલ પાંડેને બાદ કરતા બધા જ પહેલી વખત બિહાર કેબીનેટમાં સામેલ થયા છે. જેઓના પતા કપાયા છે તેમાં સુશીલ મોદી, પ્રેમ કુમાર, નંદકિશોર યાદવ, વિજય સિંન્હા, વિનોદ નારાયણ ઝા સહીતના નામો છે.

જેડીયુની વાત કરીએ તો નીતિશે પોતાના મોટાભાગના વિશ્વાસુઓને સાથે લીધા છે. વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, અશોક ચૌધરીને ફરી પોતાની કેબીનેટમાં સ્થાન આપ્યુ છે. જયારે તેમના સૌથી નજીકના મનાતા સંજય ઝા, પૂર્વ મુખ્યમંત્રી મહેશ્વર હઝારી, નાલંદાથી આવનાર શ્રવણ કુમાર જેવા નામોને આ યાદીમાં સ્થાન મળ્યુ નથી.

રાજયપાલ ફાગુ ચૌહાણે ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. જેમાં ભાજપના તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીએ શપથ લીધા. કુલ ૧૪ મંત્રીઓએ શપથ લીધા. પ મંત્રી જેડીયુના અને ૭ ભાજપના છે. ૧ હમ અને અને ૧ વીઆઇપીના છે.

આ શપથ સમારોહમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્રીય મંત્રી મંડળના ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ રાજભવન પહોંચ્યા હતા. તેજસ્વી યાદવે નીતિશને અભિનંદન આપ્યા હતા.

(1:48 pm IST)