Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

બિહારના ચુંટણી પરિણામોમાં 'લોજપા' અસરકારક પુરવાર

ચિરાગ પાસવાનની સુસાઇડ સ્કવોડના કારણે જેડીયુ અને વીઆઇપીને મોટુ નુકશાન : રાજકીય તસ્વીર બદલી નાખી

પટણા : બિહારમાં કેટલાય પક્ષોનો કચ્ચરઘાણ વાળીને ચિરાગ પાસવાન બળવાન નેતા તરીકે ઉભરી આવ્યા છે. ચિરાગે માત્ર જેડીયુનેજ નહીં ભાજપ અને વીઆઇપીને પણ નુકશાન પહોંચાડયુ છે. ચુંટણીના પરિણામો સ્પષ્ટ કરે છે કે ચિરાગ પાસવાનની 'લોક જનશકિત પાટી' એ એનડીએ ખાસ્સુ નુકશાન કર્યુ. લોક જનશકિત પાર્ટીએ બનાવે સુસાઇડ સ્કવોડે સારી અસર બતાવી.

ચિરાગે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી એનડીએને સીધી રીતે ૩૬ બેઠકોનું નુકશાન પહોંચાડયુ. જેડીયુને લોજપાના કારણે ૩૨ બેઠકો પર નુકશાન થયુ. કદાચ જેડીયુએ આ ૩૨ બેઠક પર જીત મેળવી લીધી હોત તો તેમની બેઠકો ૭૫ સુધી પહોંચી જાત. આમ જેડીયુને ૭૫ ના આંક સુધી પહોંચતા અટકાવવામાં પાસવાને અસરકાર ભુમિકા ભજવી.

જયારે અખબારી ટીમે બિહારની ૨૪૩ બેઠકના ઉમેદવારોને મળેલ મતોનું ગણિત માંડયુ તો ખ્યાલ આવ્યો કે બિહારની રાજનીતિમાં ચિરાગ પાસવાના કારણે આખુ ચિત્ર બદલાઇ ગયુ છે. આ તાળો મેળવવા બનાવવામાં આવેલ ટીમ દ્વારા અલૌલી, અતરી, બાજપટ્ટી, બડહરીયા, ચકાઇ, ચેનારી, દરભંગા, ઘોરૈયા, એકસમા, ગાયઘાટ, ઇસ્લામપુર, જગદીશપુર, જમાલપુર, કરગહર સહીતની બેઠકોનું આકલન કરવામાં આવ્યુ હતુ.

આમ એકંદરે ચિરાગ પાસવાને એનડીએને મોટુ નુકશાન કર્યુ હોવાનું જણાઇ આવેલ. જો પાસવાને મહત્વની બેઠકો પર એનડીએના ઉમેદવારોને હરાવ્યા ન હોત તો મહાગઠબંધનનો આંકડો ખુબ નીચે ગગડવાની પુરી શકયતા હતી. સામે એનડીએ ૧૬૧ સીટો પર બિહાર વિધાનસભાની ચુંટણીમાં બમ્પર બહુમતિ મેળવી લીધી હોત.

(1:33 pm IST)