Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્રમાં ઠંડીનો સપાટો શરૂ થઈ ગયો છે, કચ્છના નલિયામાં આજે વહેલી સવારે ૧૪ ડિગ્રી અને રાજકોટમાં ૧૫ ડિગ્રી જેવું ઠંડું તાપમાન થઈ ગયું હતું: દિલ્હીમાં દહેશત ફેલાવવા બોમ્બ બ્લાસ્ટનું કાવતરું નિષ્ફળ, જૈસે મોહમ્મદ ના બે આતંકી ઝડપાઈ ગયા: સરહદી વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ચીનના શી જિનપિંગ ફરી આજે આમને-સામને: કોરોના મહામારીને કારણે સંસદનું શિયાળુ સત્ર સ્થગિત કરાયું, હવે ચોમાસા સત્ર સાથે ભેળવી દેવાશે: રાજકોટમાં કોરોનાએ વધુ આઠ જીવ લીધા: રાજકોટમાં ચાર દિવસમાં આગ લાગવાના ૫૦ બનાવ નોંધાયા: ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવાની માગણી સુપ્રીમે ફગાવી દીધી: જમ્મુ-કાશ્મીરમાં આજે પણ સવારથી હિમવર્ષા ચાલુ: ટ્રમ્પનો સતત અડિયલ રવૈયો, હાર સ્વીકારવા તૈયાર નથી, લડી લેવાનો ફરી હુંકાર: સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં તાલુકા ભાજપ પ્રભારીના પરિવાર ઉપર હથિયારધારી ૪૦ લોકોના ટોળાનો ફિલ્મી સ્ટાઈલથી હુમલો, મોટાપાયે તોડફોડ: આગામી કેન્દ્રીય બજેટમાં શાળાના વિદ્યાર્થીઓને સ્માર્ટફોન કે લેપટોપની ભેટ અપાય તેવી શક્યતા...

(1:11 pm IST)