Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ભાજપ કરતા સુશીલ મોદી નીતીશકુમારના ચમચા બની ગયા હતા એટલે તેમને તગેડી મૂકાયા : લાલુપ્રસાદ યાદવના પક્ષના નેતાના આકરા પ્રહારો

લાલુપ્રસાદ યાદવના આરજેડી પક્ષના નેતા શિવાનંદ તિવારીએ ભારતીય જનતા પક્ષના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને બિહાર ભાજપના દિગ્ગજ નેતા સુશીલ મોદી ઉપર પ્રહારો કરતા જણાવ્યુ હતું કે સુશીલ મોદી ભાજપ કરતા વધુ જેડીયુના નિતીશકુમારના સાથીદાર બની ગયા હતા : મને લાગે છે કે આ જ કારણોસર ભાજપે તેમને આ વખતે પદ નહિં આપીને અલગ કરી દીધેલ છે : સુશીલ મોદી ભાજપના બીજા નેતાઓને આગળ વધવા દેતા ન હતા અને દરેક બાબતે દરરોજ નિવેદનો આપતા હતા ઉપરાંત ટીવી અને અખબારોમાં રોજ તેઓ મોઢું દેખાડતા રહેલ અને તેમના વિના રહી શકતા ન હતા : શિવાનંદ તિવારીએ કહ્યુ હતું કે સુશીલ મોદી સાથે મારે કોઈ દુશ્મની નથી તેઓ મારા નાના ભાઈની જેમ છે, પરંતુ તેમના વ્યકિતત્વમાં ઉંડાણ નથી : આ કારણોસર પણ ભાજપ નેતૃત્વએ તેમને બિહાર કેબીનેટમાં આ વખતે જગ્યા આપી નથી

(1:06 pm IST)
  • દિલ્હીમાં કીડવાઈ ભવન ખાતે આવેલ એમટીએનએલ બિલ્ડીંગના છઠ્ઠા માળે મોટી આગ ફાટી નીકળી છે : ફાયરબ્રિગેડની ૧૫ ગાડીઓ સ્થળ પર દોડી ગયેલ છે access_time 1:02 pm IST

  • દેશમાં કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો : ૨૪ કલાકમાં ૨૯,૧૬૪ કેસ નોંધાયા : જયારે દેશમાં ૪૪૯ નવા મૃત્યુ નોંધાયા : કુલ કોરોના કેસ આજે સવારે ૮૮૭૪૨૯૧ થયા છે : છેલ્લા ૨૪ કલાકમાં ૪૦,૭૯૧ કોરોના દર્દી સાજા થયા છે : કુલ સાજા થયેલાઓનો આંકડો ૮૨,૯૦,૩૭૧ એ પહોંચ્યો છે access_time 12:05 pm IST

  • હવે ભાજપની નજર કરૂણાનિધિના પુત્ર ઉપર મંડાઈ : આવતા વર્ર્ષે તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તામિલનાડુનું રાજકારણ કબ્જે કરવા માટે ભારતીય જનતા પક્ષે તામિલનાડુના લોખંડી રાજપુરૂષ સ્વ. કરૂણાનિધિના પુત્ર અલાગીરી ઉપર નજર માંડી છે : અલાગીરી ટૂંક સમયમાં જ ચૂંટણી પહેલા નવો રાજકીય પક્ષ સ્થાપી રહ્યાનું જાણવા મળે છે : ભાજપ તેનો સાથ લઈ દક્ષિણના રાજયોમાં અડીંગો જમાવવા પૂરતો પ્રયાસ કરશે તેમ જાણવા મળે છે access_time 12:07 pm IST