Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

દિલ્હીમાં કોરોનાનો કહેર વધતા સંસદનું શિયાળુ સત્ર સ્થાગિત : ચોમાસુ સત્ર સાથે જ જોડી દેવાયું

કોરોના વાઇરસના સંક્રમણનો સામનો કરવા માટે અર્ધસૈનિક બળોના વધારાના ડોક્ટરોની મદદ લેવાની સૂચના

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં કોરોના ના કેસો વધવા માંડતા સંસદનું શિયાળુ સત્ર સ્થગિત કરી દેવાયું છે. હવે શિયાળુ સત્રને ચોમાસુ સત્ર સાથે જ જોડી દેવાયું છે.દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ફરી વધતા માહામારી સામે કેજરીવાલ અને કેન્દ્રની સરકારે કમર કસી લીધી છે. રવિવારે ગૃહમંત્રી અમિતભાઈ  શાહએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  તેમજ અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. ત્યાર બાદ 12 મુદ્દાનો પ્લાન ઘડવામાં આવ્યો છે.આ પ્લાન હેઠળ હવે એક મોટું પગલું લેવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રી અમિતભાઈ  શાહએ દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણનો સામનો કરવા માટે અર્ધસૈનિક બળોના વધારાના ડોક્ટરોની મદદ લેવાની સૂચના આપી છે

 iગૃહ મંત્રાલયના સૂત્રોના રિપોર્ટ મુજબ સમગ્ર દેશના આશરે 75 પેરામિલિટરી ડોક્ટર દિલ્હી જશે. આ ડોક્ટરો ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), સશસ્ત્ર સરહદ દળ (SSB), આસામ રાઇફલ્સ અને CRPF તેમજ અન્ય બળોના છે.વિવિધ અર્ધસૈનિક દળોને રવિવારે રાત્રે જ આ અંગેનો મેસેજ મોકલી દેવાયો છે. જેમાં અધિક મેડકલ પ્રોફેશનલ્સની તાત્કાલિક વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે અર્ધસૈનિકદળોના વિવિધ યુનિટોને સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના વધારાના ડોક્ટરોને રિલીવ કરે અને દિલ્હીમાં કોરોના સંક્રમણ (Delhi Corona)નો સામનો કરવામાં તેમની મદદ લઇ શકાય. Delhi Corona news

ડોક્ટરોની વ્યવસ્થા કરવાની સંપૂર્ણ પ્રક્રિયામાં સામેલ ટોચના સરકારી અધિકારીના જણાવ્યા મુજબ કુલ 75 પેરામિલિટરી ડોક્ટરોને થોડા દિવસોમાં દિલ્હી (Delhi Corona)મોકલવામાં આવશે. તમામ દળોને ડોક્ટરોના નામ આપવા અને પ્રક્રિયા શરુ કરવાનો આદેશ આપી દેવાયો છે.

આ ડોક્ટરોને દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં તહોનાત કરવામાં આવશે. તેમાંથી કેટલાક ડોક્ટરોને દિલ્હીની 1000 બેડવાળી સરદાર પટેલ કોવિડ હોસ્પિટલમાં ફરજ પર મૂકાશે.

(12:00 am IST)