Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

મંદિરમાં હૃદય રોગના હુમલાથી મધ્યપ્રદેશના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યનું મોત : ઘટના સીસીટીવીમાં કૈદ

બૈતુલ (મધ્યપ્રદેશ) ના પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય વિનોદ ડાગાનું મંદિરમાં આરાધના કરતા સમયે હાર્ટએટેકથી નિધન થયું. મંદિરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઇ ગઇ જેમાં ભગવાનની મૂર્તિ પર મસ્તક ઝુકાવી ઉભેલ ડાગા અચાનક જમીન પર પડતા જોવા મળ્યા કોંગ્રેસ નેતાઓએ એમના નિધનથી પાર્ટી માટે મોટી ક્ષતિ બતાવી.

(12:00 am IST)
  • બિહારના મુખ્યમંત્રી તરીકે નીતીશકુમારની સોગંદવિધિ સંપન્ન : સાતમી વખત મુખ્યમંત્રી બનેલા નીતીશકુમારને રાજ્યપાલ શ્રી ફાગુ ચૌહાણે ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા : તારકકિશોર પ્રસાદ ,રેણુંદેવી સહીત 7 મંત્રીઓએ શપથ લીધા : ગૃહ મંત્રી અમિતભાઇ ,ભાજપ રાષ્ટ્રીય પ્રેસિડન્ટ જે.પી.નડ્ડા ,દેવેન્દ્ર ફડણવીસ ,સહીત ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિ : મંત્રી મંડળમાં બ્રાહ્મણ ,ક્ષત્રિય ,યાદવ ,દુસાંધ ,નોનિયા ,બનિયા , સહીત તમામ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન access_time 6:37 pm IST

  • જી-મેઈલ વાપરતા નહિં હો તો એકાઉન્ટ ડિલીટ થઈ જશે : લાંબા સમયથી ઈન એકટીવ રહેલા જી-મેઈલ એકાઉન્ટને ગુગલ ટૂંક સમયમાં ડીલીટ કરી નાખશે : આ ઉપરાંત જી-મેઈલ અને ગુગલ ડ્રાઈવ ઉપર જે વપરાશકર્તાઓ તેમની લીમીટ વળોટી ગયા હોય તેમના એકાઉન્ટ પણ ડીલીટ કરી નાખશે તેવુ જાહેર થયુ છે access_time 12:08 pm IST

  • નાસા અને એલન મસ્કની સ્પેસએક્સ કંપની દ્વારા સફળતાપૂર્વક ૪ અવકાશયાત્રીઓને અવકાશમાં ભ્રમણ કરી રહેલ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સાથે જોડાવા ખાસ રોકેટ દ્વારા કેપ કેનાવરલના નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી છોડવામાં આવેલ છે access_time 10:03 am IST