Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ગુજરાતમાં ઠંડી વધશે :કેદારનાથમાં દોઢ ફૂટ બરફ જામ્યો : કપાટ બંધ કરાયા : રાજસ્થાન, હરિયાણામાં અનેક જગ્યાએ કરા પડ્યાં

જયપુર અને બારાંમાં આંધી સાથે ભારે વરસાદ પડ્યો. જયપુરમાં ઘણી જગ્યાએ 10-15 મિનિટ સુધી કરા પણ પડ્યા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં વાતાવરણ પલટાતા યાત્રાધામો કેદારનાથ અને બદરીનાથમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. જેમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દક સિંહ રાવત ફસાઇ ગયા છે.

વાતાવરણમાં સુધારા બાદ બંને બદરીનાથ જવા રવા થશે. સાથે રાજસ્થાન અને હરિયાણામાં પણ આ વખતે શિયાળાની શરુઆતમાં જ કરાં થઇ હતી. વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે વરસાદી વાતાવરણ સર્જાયું હતું.

રુદ્રપ્રયાગના જિલ્લાધિકારી મંજુલ ગોયલે જણાવ્યું કે કેદારનાથમાં વાતાવરણ ખરાબ છે. જો કે બંને મુખ્યમંત્રી પગપાળા ગૌરીકુંડ પહોંચશે કે ધામમાં જ રોકાશે તે નક્કી થયું નથી.

 

યોગી અને રાવત રવિવારે કેદારનાથી ધામ પહોંચ્યા હતા. સોમવારે બંને કેદારનાથા કપાટના બંધ થલાની પ્રક્રિયાના સાક્ષી બન્યા હતા.

પોલીસ વડા નવનીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે મુખ્યમંત્રી કેદારનામાં રોકાયેલા છે. વાતાવરણમાં સુધારો થયા બાદ તેઓ બદરીનાથ ધામ માટે રવાના થશે.

આજે બેસતુ વરસ અને ભાઇબીજ સાથે છે. કેદારનાથ ગર્ભગૃહના કપાટ આજે સવારે 5.30 કલાકે વિધિ-વિધાનની સાથે બંધ કરી દેવાયા. પરંતુ ભારે હિમવર્ષાને કારણે મંદિરના બહારના કપાટ બંધ કરવા અને ડોલી પ્રસ્થાનમાં વિલંબ થયો. બહારના કપાટ સવારે 8.30 કલાકે બંધ થયા હતા.

સોમવારે કેદારનાથમાં આશરે દોઢ ફૂટ, હેમકુંડ સાહિબમાં એક ફુટ અને બદરીનાથમાં 6 ઇંચ હિમવર્ષા થઇ. હજુ પણ સતત ચાલુ હતી. ટિહરી અને યમનોત્રી ધામમાં રવિવાર રાતથી બરફ પડી રહ્યો છે.

અચાનક વાતાવરણ પલટાતા ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો થવા લાગ્યો. જ્યારે ગુજરાતમાં પણ તેની એક બે દિવસમાં અસર જોવા મળી શકે છે.

દેહરાદૂન હવામાન ખાતાના જણાવ્યા મુજબ સોમવારે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ, ટિહરી, દેહરાદૂન અને અલમોડામાં 3000 મીટર કે તેથી વધુ ઊંચાઇવાળા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.

રાજસ્થાનમાં પણ રવિવારથી અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો. જયપુર અને બારાંમાં આંધી સાથે ભારે વરસાદ પડ્યો. જયપુરમાં ઘણી જગ્યાએ 10-15 મિનિટ સુધી કરા પણ પડ્યા હતા. ઘણા ઘરો પર બરફની ચાદર છવાઇ ગયો હતો

રાજસ્થાનના કોટા, બારાં, ભરતપુર, અલવર, ઝૂંઝનુ, સીકર, સવાઇ માધોપુર, ટોંક, ધોલપુર, જયપુર જિલ્લા ઉપરાંત પશ્ચિમી રાજસ્થાનના હનુમાનગઢ, ચુરુ, શ્રીગંગાનગર માટે એલર્ટ જારી કરાયો છે.

(12:00 am IST)