Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો

ટીસીએસની મૂડી રેકોર્ડ ૧૯૩૬૬૬ કરોડ વધી : સપ્તાહમાં જ ટીસીએસની માર્કેટ મૂડી ૮૧૬૦૬૮ કરોડ

મુંબઈ, તા. ૧૭ : ટીસીએસની માર્કેટ મૂડીમાં અભૂતપૂર્વ વધારો છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન નોંધાયો છે છતાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ તે હજુ બીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૬ કંપનીઓની માર્કેટ મૂડી ૨.૪ ટ્રિલિયન રૂપિયા વધી ગઈ છે જેમાં ટીસીએસની માર્કેટ મૂડીમાં ૧૯૩૬૬૬.૭૩ કરોડ રૂપિયાનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૮૧૬૦૬૮.૬૩ કરોડ થઇ ગઇ છે. અન્ય જે કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે તેમાં આરઆઈએલ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈનો સમાવેશ થાય છે. બીજી બાજુ શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહના ગાળા દરમિયાન એચયુએલ, ઇન્ફોસીસ, આઈટીસી અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડી ૧૫૧૮૨.૨૯ કરોડ વધીને ૯૩૧૪૧૨.૬૩ કરોડ થઇ છે. આવી જ રીતે એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૧૨૯૧૭.૯૬ કરોડ રૂપિયા વધીને હવે ૬૯૯૭૦૪.૯૩ કરોડ થઇ ગઇ છે.

                    આવી જ રીતે કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી વધીને ૩૧૦૦૧૨.૬૭ કરોડ થઇ ગઇ છે. આની વિરુદ્ધમાં હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૬૨૭૭.૯૬ કરોડ રૂપિયાનો ઘટાડો થઇ ગયો છે. ટોપ ટેન રેંકિંગની વાત કરવામાં આવે તો આરઆઈએલ યાદીમાં પ્રથમ સ્થાન ઉપર છે ત્યારબાદ ટીસીએસ, એચડીએફસી બેંક, એચયુએલ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. છેલ્લા સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૩૩.૦૮ પોઇન્ટનો વધારો નોંધાયો હતો. આ વધારા માટે જુદા જુદા પરિબળોને જવાબદાર ગણવામાં આવે છે જેમાં સ્થાનિક અને વિદેશી પરિબળો રચનાત્મક રહેતા તેની અસર નોંધાઈ છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે વધારો થયો છે.  ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. છેલ્લા સપ્તાહમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૬ કંપનીઓની માર્કેટ મૂડી ૨.૪ ટ્રિલિયન રૂપિયા વધી ગઈ છે જેમાં ટીસીએસની માર્કેટ મૂડીમાં ૧૯૩૬૬૬.૭૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે. 

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

ટીસીએસ

૧૯૩૬૬૬.૭૩

૮૧૬૦૬૮.૬૩

આરઆઈએલ

૧૫૧૮૨.૨૯

૯૩૧૪૧૨.૬૩

એચડીએફસી બેંક

૧૨૯૧૭.૯૬

૬૯૯૭૦૪.૯૩

કોટક મહિન્દ્રા

૪૩૫૫.૦૮

૩૧૦૦૧૨.૬૭

આઈસીઆઈસીઆઈ

૬૪૩૦.૩૦

૩૨૨૭૨૫.૮૬

એસબીઆઈ

૫૪૮૮.૬૩

૨૮૭૩૭૨.૪૯

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાઈ ગયો છે. છતાં ટોપટેન કંપનીઓમાં ચાર કંપનીઓની માર્કેટ મૂડી ઘટી છે તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

એચયુએલ

૬૨૭૭.૯૬

૪૪૫૩૫૫.૯૬

ઇન્ફોસીસ

૧૯૩૨.૭૭

૩૦૨૩૪૯.૫૧

આઈટીસી

૧૨૦૪૧.૯૨

૩૦૭૯૯૦.૪૬

એચડીએફસી

૯૨૯.૬૦

૩૮૪૧૯૯.૯૫

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:21 pm IST)