Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

મુસ્લિમ પર્સનલ બોર્ડના પ્રશ્ન

રામલલા વિરાજમાનના પક્ષમાં જમીન કેમ અપાઈ

લખનૌ, તા. ૧૭ : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પોતાની બેઠકમાં નિર્ણય કર્યો છે કે, તે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે રિવ્યુ પિટિશન દાખલ કરશે. બોર્ડના સચિવ જફરયાર જિલાનીએ બોર્ડની કારોબારી કમિટિની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપતા પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અયોધ્યા મામલા ઉપર નવમી નવેમ્બરના દિવસે આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવશે.

*   એએસઆઈના આધાર પર કોર્ટે કબૂલાત કરી છે કે, કોઇ મંદિરને તોડીને મસ્જિદનું નિર્માણ થયું ન હતું. આવી સ્થિતિમાં કોર્ટનો આ ચુકાદો સમજાતો નથી અને અયોગ્ય પણ દેખાઈ આવે છે

*   જમીન હિન્દુઓને આપવામાં આવી છે જેથી પાંચ એકર જમીન બીજા પક્ષને આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના બંધારણ ૧૪૨ના ઉપયોગની આ વાત દેખાઈ આવે છે. આમાં વક્ફ એક્ટનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. તેના કહેવા મુજબ મસ્જિદની જમીન ક્યારે પણ બદલી શકાતી નથી

*   કોર્ટના ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, હિન્દુ સેંકડો વર્ષથી પૂજા કરે છે જેથી સમગ્ર જમીન રામલલાને આપવામાં આવે છે જ્યારે મુસ્લિમો પણ ત્યાં નમાઝ અદા કરે છે

*   સુપ્રીમ કોર્ટે કબૂલાત કરી છે કે, છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨માં મસ્જિદને તોડી પાડવાની બાબત અયોગ્ય હતી ત્યારબાદ પણ મંદિર માટે ફેંસલો કેમ અપાયો છે

*   સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, રામ જન્મભૂમિને પક્ષકાર તરીકે ગણી શકાય નહીં છતાં તેના આધાર પર જ ચુકાદો કેમ આપવામાં આવ્યો છે

*   મસ્જિદના માળખાની નીચે રામ જન્મભૂમિ પર પૂજાની બાબત કહેવામાં આવી નથી આવી સ્થિતિમાં આ જમીન રામલલા વિરાજમાનને આપવાની બાબત સમજાતી નથી

*   ૨૨મી અને ૨૩મી ડિસેમ્બર ૧૯૪૯ની રાત્રે બાબરી મસ્જિદના મુખ્ય માળખાની નીચે રામની જે મૂર્તિઓ મુકવામાં આવી હતી તેને સુપ્રીમે ગેરકાયદે ગણી છે

*   બાબરી મસ્જિદમાં છેલ્લી નમાઝ ૧૬મી ડિસેમ્બર ૧૯૪૯માં વાંચવામાં આવી હતી. આ બાબત પણ સુપ્રીમે સ્વીકારી છે

(8:10 pm IST)