Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

હવે બે વટહુકમ કાયદામાં બદલી નાંખવાની યોજના

ઇ-સિગારેટ પર કઠોર કાર્યવાહી

નવીદિલ્હી, તા. ૧૭ : સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર નાગરિકતા સુધારા બિલ ઉપરાંત કેટલાક અન્ય મહત્વના બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે જેમાં દિલ્હીમાં ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવા અને ડોક્ટરો ઉપર કરવામાં આવતા હુમલા માટે ૧૦ વર્ષ સુધીની જેલની સજા સંબંધિત બિલ સામેલ છે. આ ઉપરાંત સરકાર કોર્પોરેટ ટેક્સ ઘટાડી દેવા અને ઇ-સિગારેટ પર પ્રતિબંધ મુકવા સાથે સંબંધિત બે વટહુકમની જગ્યાએ લેવા માટે બિલ રજૂ કરશે. બંને વટહુકમ સપ્ટેમ્બર મહિનામાં જારી કરવામાં આવ્યા હતા. હવે આ બંને વટહુકમને સત્ર દરમિયાન કાયદામાં ફેરવી નાંખવાની યોજના બનાવવામાં આવી છે. આ બે વટહુકમ પૈકી એક નવી અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડવા સાથે સંબંધિત છે જે સપ્ટેમ્બરમાં લાવવામાં આવ્યો હતો. ગ્રોથને વધારવા અને અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા આ બિલ લવાયું હતું. ઇન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ અને ફાઈનાન્સ એક્ટ ૨૦૧૯માં સુધારાને લઇને આ વટહુકમ લાવવામાં આવ્યો હતો જ્યારે બીજો વટહુકમ ઇ-સિગારેટ પર પ્રતિબંધ મુકવા સાથે સંબંધિત બે વટહુકમની જગ્યા બિલની પણ યોજના છે. દિલ્હીમાં ગેરકાયદે કોલોનીઓને કાયદેસર કરવાની યોજના તૈયાર કરવામાં આવી ચુકી છે. હાલમાં ભારતની નાગરિકતા હાંસલ કરવા માટે અવધિ ૧૧ વર્ષની રહેલી છે.

(8:06 pm IST)