Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ભારત ઝડપી આર્થિક વિકાસ કરવા સક્ષમ : લોકોની ગરીબી દૂર કરી શકશે: બિલ ગેટ્સ

સરકાર આરોગ્ય અને શિક્ષણમાં વધુ રોકાણ કરી શકશે.

નવી દિલ્હી : ભારતની મુલાકાતે આવેલા બિલ ગેટ્સે ભારતને ઝડપી આર્થિક વિકાસનું સક્ષમ રાષ્ટ્ર તરીકે વર્ણવ્યું હતું. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને માઇક્રોસોફ્ટ કંપનીના સહ-સ્થાપક બિલ ગેટ્સે નિવેદન આર હતું કે, આગામી દાયકામાં ભારતની ઝડપથી વૃદ્ધિ થવાની સંભાવના છે

ગેટ્સે એક ખાનગી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઝડપી આર્થિક વિકાસ દ્રારા ભારત સરકાર લોકોની ગરીબી દૂર કરી શકશે. આ સાથે સરકાર આરોગ્ય અને શિક્ષણમાં વધુ રોકાણ કરી શકશે.

ગેટ્સનો પ્રતિસાદ એવા સમયે આવ્યો છે જ્યારે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા જે ભારત છે. તે હાલમાં છેલ્લા ઘણા સમયથી લગગભગ ઘણા ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેને મંદી તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે.

(7:17 pm IST)