Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

શાહપુર સેક્ટરમાં પાકિસ્તાને ફરી યુદ્ધ વિરામનો ભંગ : સતત ગોળીબાર થઇ રહ્યો છે : ભારતીય સેનાએ પણ આપ્‍યો જવાબ

પૂંછ (જમ્મૂ-કાશ્મીર), નવી દિલ્હી, 17 નવેમ્બર (હી.સ.) ભારતની આંતરરાષ્ટ્રીય સીમા જમ્મૂ-કાશ્મીર પર પાકિસ્તાન તરથી સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી ગોળીબાર થઇ રહ્યો છે. આ કડીમા પૂંછ જીલ્લાના શાહપુર સેક્ટરમા, રવિવાર સવારે પાક તરફથી ફરી સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરી, ગોળીબાર કરાયો. પાકની આ ગોળીબારીનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.

પાકની સેનાએ ભારતની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને, ફરી નિશાના પર તાક્યા છે. આ ગોળીબારમાં હજી સુધી કોઈ પણ પ્રકારના નુકશાનીના સમાચાર નથી. સમાચાર લખાયા ત્યાં સુધી, બંને તરફ થી થોડી-થોડી વારે ગોળીબાર થઇ રહ્યો છે. પાક તફથી થતા આવા વારંવાર ગોળીબાર થી સીમાવર્તી વિસ્તારોના ગ્રામજનોમા ભયનો માહોલ છવાયેલો રહે છે.

(4:21 pm IST)