Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

શ્રીલંકાના રાષ્‍ટ્રપતિની ચુંટણીના વિજીતા ઉમેદવાર ગોટાબાયા રાક્ષપક્ષેને ભારતના પ્રધાનમંત્રીની શુભેચ્‍છા

કોલંબો : શ્રીલંકા (Sri Lanka)માં રાષ્ટ્રપતિ પદ (President Election)ની ચૂંટણી માટે રવિવારે ચાલી રહેલી મતગણતરીમાં પૂર્વ રક્ષા સચિવ ગોટાબાયા રાક્ષપક્ષે (Gotabaya Rajapaksa)એ જીત નોંધાવી છે. નોંધનીય છે કે, રાક્ષપક્ષેનું વલણ ચીન તરફી હોવાનું કહેવાય છે. રાજપક્ષેની જીત મેળવતાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

શ્રીલંકામાં ઘાતક આતંકવાદી હુમલાના સાત મહિના બાદ કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મતદાન થયું હતું. ચૂંટણી પંચ (Election Commission Sri lanka)એ જણાવ્યું કે, લગભગ પાંચ લાખ મતોની ગણતરી બાદ મુખ્ય વિપક્ષી ઉમેદવાર રાજપક્ષે 50.51 ટક મતોથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે પૂર્વ મંત્રી સજીત પ્રેમદાસા (Sajith Premadasa)ને 43.56 ટકા મત મળ્યા. પ્રેમદાસાએ પોતાની હાર સ્વીકારી લીધી છે.

પ્રેમદાસાએ કહ્યુ કે, લોકોના નિર્ણયનું સન્માન કરવું અને શ્રીલંકાના સાતમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ગોટાબાયા રાજપક્ષેને શુભેચ્છા આપવી મારા માટે સૌભાગ્યની વાત છે. પ્રેમદાસના નિવેદન પહેલાં રાજપક્ષેના પ્રવક્તાએ ચૂંટણી પરિણામની અધિકૃત જાહેરાત પહેલા દાવો કર્યો કે 70 વર્ષીય સેવાનિવૃત્ત લેફ્ટેનન્ટ કર્નલે શનિવારે થયેલી ચૂંટણીમાં જીત નોંધાવી છે.

ડાબેરી અનુરા કુમારા દિસાનનાયકે (Anura Kumara Dissanayake) 4.69 ટકા મતો સાથે ત્રીજા નંબરે છે. આ પદ માટે વધુ 32 ઉમેદવાર મેદાનમાં છે.

વડાપ્રધાન મોદીએ રાજપક્ષને શુભેચ્છા આપતાં કહ્યું કે, બંને દેશોમાં શાંતિ અને સમૃદ્ધિ માટે શ્રીલંકા સાથેના સંબંધો વધુ મજબૂત કરવા સાથે કામ કરવાની અભ્યર્થના વ્યક્ત કરી છે.

(4:10 pm IST)