Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

પાકિસ્તાનના રણપ્રદેશમાં ભારે વરસાદ સાથે વીજળી પડતાં ર૦ વ્‍યકિતઓનાનાં મોત: 30 વ્‍યકિત સારવારમાં

કરાચી: પાકિસ્તાનના રણવિસ્તારના થારપારકર જિલ્લામાં વીજળી પડતાં 20 વ્યક્તિઓના મોત થયા છે. થાર જિલ્લાના મિઠિ, ઇસ્લામકોટ ટાઉન પાસેના છાછી, દિપ્લો ટાઉન પાસેના રામ સિંઘ સોઢો ગામ વગેરે સ્થળોએ વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડયો હતો.

વીજળી પડતાં લાગેલી આગમાં સેંકડો પશુઓના મોત થયા હતા. વરસાદી દુર્ઘટનાઓમાં ઘવાયેલા 30 જણને સારવાર માટે મિઠિ, ઇસ્લામકોટ અને છાછરો ટાઉન વગેરે સ્થળોની હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.

વરસાદમાં ડઝનબંધી નિવાસસ્થાનો ધરાશાયી થઇ ગયા છે. અસરગ્રસ્તો માટે કરાચીથી તંબુ અને ધાબળા વગેરે મોકલાઇ રહ્યા છે. સમગ્ર પંથકમાં જનજીવન ખોરવાઇ ગયું છે. રણવિસ્તારમાં આવો જોરદાર વરસાદ અને વીજળીના ચમકારા દુર્લભ છે.

(2:12 pm IST)