Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

કેન્‍દ્રીય મંત્રીની જાહેરાત ઉદ્યોગ ગૃહોએ હવે દિલ્‍હીમાં ઘરેલું ઉદ્યોગ ગૃહોએ NOC લેવાની જરૂર નહિ રહે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દિલ્હી માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છેકે દિલ્હીમાં ઘરેલુ ઉદ્યોગોને લેબર, પ્રદૂષણ અને ઉદ્યોગ વિભાગ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. નોંધનીય છે કે દિલ્હીમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે આ નિર્ણય મહત્વનો છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે સરકારના આ નિર્ણયથી લગભગ 3 લાખ ઘરેલુ ઉદ્યોગોને ફાયદો થશે. ભારત સરકાર ગ્લોબલ પ્લેટફોર્મ પર પણ ભારતમાં ઇન ઓફ બિઝનેસનો મુદ્દો ઉઠાવતી રહે છે. આ પહેલાં દિલ્હીમાં ચાલી રહેલા ઘરેલુ ઉદ્યોગોને સિલિંગથી બચાવવા માટે સરકારે નિર્ણય લીધો હતો કે નાના એકમોથી પ્રદૂષણ નથી થતું એટલે એને રહેણાંક વિસ્તારમાં પણ ચલાવી શકાય છે. જોકે આ એકમો માટે લાયસન્સ લેવું જરૂરી હશે. આ સિવાર સરકારે નાના ઉદ્યોગો માટેની રજિસ્ટ્રેશન ફી પહેલાંથી પણ ઓછી કરી દીધી છે.

સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ બિઝનેસમેનને લાભ થશે. સરકારે પેટન્ટ કરાવવા માટેની ફીમાં પણ 60 ટકાનો ઘટાડો કરીને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.

(2:05 pm IST)