Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે આજે સાંજે પુનામાં મળે છે મહત્‍વની બેઠક

મુંબઈ :મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધની વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) રાજ્યમાં સરકાર બનાવવા વિશે અલગ રણનીતિ નક્કી કરવા પોતાની પાર્ટીના નેતાઓની એક મહત્વની બેઠક બનાવી છે. એનસીપી કોર કમિટીની બેઠક આજે સાંજે 4 વાગે પૂણેમાં પવારના નિવાસસ્થાન થશે.

રાકાંપા નેતા નવાબ મલિકના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં રાજનીતિક સ્થિત પર ચર્ચા કરવા માટે તેમની પાર્ટીની 21 સદસ્યોની બેઠક શરદ પવારની સાથે પૂણેમાં આયોજિત કરવામાં આવી છે.

મલિકે શનિવારે એમ પણ કહ્યુ કે, એનસીપી નેતા રાજનીતિક ગતિરોધને દૂર કરવા માટે રણનીતિઓ પર ચર્ચા કરશે. જેના બાદ શરદ પવાર દિલ્હીમાં કોંગ્રેસના સર્વેસર્વા એવા અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જશે. તેમણે કહ્યું કે, મંગળવાર સુધી કોંગ્રેસ અને એનસીપી નેતાઓની વચ્ચે બેઠકની પૂરતી શક્યતાઓ છે. જ્યાં અમે એ વિશે ચર્ચા કરીશું કે, કોંગ્રેસ મહારાષ્ટ્ર સરકારના ગઠનમાં સામેલ થશે કે નહિ.

(2:03 pm IST)