Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

બાલાસાહેબ ઠાકરેની પુણ્યતિથિએ દેવેન્દ્ર ફડણવીસે આપી શ્રદ્ધાંજલિ : બાલાસાહેબનો વીડિયો કર્યો ટ્વિટ : નીતિન ગડકરીએ પણ પાઠવી શ્રદ્ધાંજલિ

મુંબઇ : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર ટ્વિટ કરીને તેમને યાદ કર્યા છે. ફડણવીસ સિવાય બીજેપી નેતા નીતિન ગડકરીએ પણ બાલાસાહેબને યાદ કર્યા હતા.

આજે શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ છે, જેમણે મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ દિવસે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમને યાદ કરવા ટ્વીટ કરી હતી. ફડણવીસે બાલાસાહેબને શ્રદ્ધાંજલિ આપી છે કે, તેમણે સૌને આત્મસન્માનનો સંદેશ આપ્યો છે. બાલાસાહેબનું અવસાન 17 નવેમ્બર, 2012ના રોજ થયું હતું.

પૂર્વ સીએમ ફડણવીસે બાલાસાહેબના ભાષણોનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે એમ પણ લખ્યું - 'આદરણીય બાલાસાહેબે આપણા બધાને આત્મગૌરવનો સંદેશ આપ્યો.' ફડણવીસ ઉપરાંત ભાજપના નેતા નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરીને બાલાસાહેબને યાદ કર્યા છે. નોંધપાત્ર વાત એ છે કે શિવસેના, જે એક સમયે કોંગ્રેસ અને એનસીપીના મજબૂત વિરોધી હતી, હવે આ બંને પક્ષો સાથે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે.

23 જાન્યુઆરી 1926 ના રોજ જન્મેલા બાલાસાહેબે રાજકારણને નવી દિશા આપી. 17 નવેમ્બર, 2012ના રોજ તેમનું અવસાન થયું. શિવસેનાની સ્થાપના ખૂબ જ સરળતા સાથે કરવામાં આવી હતી. બાલાસાહેબે જાતે જ કહ્યું હતું કે 'સવારે 9.30 વાગ્યાની આસપાસ અમારા એક પરિવારના મિત્રો નાઈકની દુકાનમાંથી નાળિયેર લાવ્યા અને તેને વધેર્યા. ત્યારબાદ અમે છત્રપતિ શિવાજીની જયના નારા લગાવતા શિવસેનાની શરૂઆત કરી.

(11:59 am IST)