Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અયોધ્યા ચુકાદાને લઈને AIMPLBની બેઠક, બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ બેઠકનો વિરોધ કર્યો

નવી દિલ્હી, : ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને આજે લખનૌમાં એક મહત્વની બેઠક યોજી છે. જેમાં AIMIMના સાંસદ અસદુદ્દીન ઔવેસી સહિત તમામ મુસ્લિમ નેતા સામેલ થવા પહોંચ્યા છે.

જોકે, સુન્ની વકફ બોર્ડના કોઈ પણ પ્રતિનિધિ બેઠકમાં હાજર નથી. બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને બોર્ડની આગળની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે.

મુસ્લિમ પક્ષકારોએ તાજેતરમાં જ આવેલા અયોધ્યા નિર્ણય વિરૂદ્ધ અપીલ દાખલ કરતા કહ્યુ કે મુસલમાનોને બાબરી મસ્જિદના બદલે કોઈ પણ જમીન લેવી જોઈએ નહીં

બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ AIMPLBની આ બેઠકનો વિરોધ કર્યો છે. અંસારીનુ કહેવુ છે કે કેટલાક લોકો દેશમાં અશાંતિ ફેલાવવા ઈચ્છે છે.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં મધ્ય પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદ, બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના જલાલુદ્દીન ઉમરી, આસમા જહરા, ઉમરેન મહફૂજ, મહાસચિવ વલી રહેમાની, રાબે હસન સહિત કેટલાક મોટા મુસ્લિમ ધર્મગુરૂ અને નેતા હાજર છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે અયોધ્યા વિવાદ પર પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે.

(11:55 am IST)