Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

બીજેપીમાં સામેલ કર્ણાટકના અયોગ્ય ધારાસભ્ય નાગરાજની સંપતિ ૧૮ માસમાં રૂ. ૧૮પ કરોડ વધી

         બીજેપીમાં સામેલ થયા પછી હોસકોર્ટ  ( કર્ણાટક) થી વિધાનસભા પેટા ચુંટણી લડી રહેલ અયોગ્ય ઘોષિત ધારાસભ્ય એમ.ટી.બી.  નાગરાજની ચૂંટણી સોંગદનામા અનુસાર ૧૮ મહિનામા એમની સંપતિ રૂ. ૧૮પ.૭ કરોડ વધી છે.

         સોગંદનામા મુજબ કર્ણાટકના સૌથી વધારે અમીર રાજનેતા નાગરાજ પાસે રૂ. ૪૧૯.ર૮ કરોડ અને એમના પત્ની પાસે રૂ. ૧૬૭.૩૪ કરોડની ચલ સંપતિ છે.

         નાગરાજ  અને તેની પત્ની પાસે રૂ. ૪.ર૭ કરોડના વાહન, નાગરાજ પાસે રૂ. ૪૩.૪૪ લાખ અને પત્ની પાસે રૂ. ૪.પ લાખ રોકડા છે.

(10:49 am IST)