Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

વિવાદ વધ્યા બાદ કેન્દ્ર જાહેર નહીં કરે કન્ઝુમર એકસપેન્ડિચર સર્વે

નવી દિલ્હી, તા.૧૬: ગ્રાહક ખર્ચમાં જોરદાર દ્યટાડાની મીડિયા રિપોર્ટ પછી સરકારે શુક્રવારે કહ્યું કે તેઓ ૨૦૧૭-૧૮ માટે કન્ઝયૂમર એકસપેન્ડિચર સર્વે જાહેર નહીં કરે, કારણકે રિપોર્ટમાં કેટલીક ખામીઓ જોવા મળી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિકસ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશને ગ્રાહક ખર્ચ અંગે મીડિયા રિપોર્ટને પણ ખોટી ગણાવી છે.

ઓફિશ્યિલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડેટાના રીવીઝન અંગે વિશેષ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. જેમાં દરેક પાસાઓને ગંભીરતાથી મૂલ્યાંકન કરવામાં આવશે. પહેલા દરેક સર્વે રિપોર્ટને કલેકટ કરવામાં આવશે અને પછી ગંભીર મૂલ્યાંકન પછી જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસ (એનએસઓ) તરફથી કરવામાં આવેલા સર્વે અનુસાર, ૨૦૧૭-૧૮માં દેશવાસીઓનું વ્યકિતગત એવરેજ માસિક ખર્ચ દ્યટીને ૧,૪૪૬ રુપિયા પર પહોંચ્યો જે ૨૦૧૧-૧૨માં ૧,૫૦૧ રુપિયા હતું. આ ૩.૭%નો દ્યટાડો છે. સર્વે અનુસાર ૨૦૧૧-૧૨માં માસિક પ્રતિ વ્યકિત ખપત ખર્ચ વધીને ૧૩% થયો હતો. આ વૃદ્ઘિ ગત બે વર્ષની સમયમર્યાદામાં મેળવી હતી.

આ જણાવવું મહત્વપૂર્ણ છે કે આ આંકડાઓ રિયલ ટર્મ્સમાં છે. જેનો મતલબ છે કે તેમાં ૨૦૦૯-૧૦ના આધાર વર્ષ અનુસાર મોંદ્યવારીને એડજસ્ટ કરવામાં આવી છે. આ સર્વે જુલાઈ ૨૦૧૭ અને જૂન ૨૦૧૮ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવામાં આવ્યું કે ગત છ મહિનામાં દેશના ગ્રામીણ ભાગમાં વ્યકિતગત ખર્ચમાં ૮.૮%નો એવરેજ દ્યટાડો જોવા મળ્યો હતો જયારે શહેરના વિસ્તારમાં ૨ ટકાનો દ્યટાડો જોવા મળ્યો હતો.

(10:48 am IST)